For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટી-20 ક્રિકેટમાં પહેલીવારઃ નારાયણે નાંખી સુપર ઓવર મેઇડન

|
Google Oneindia Gujarati News

ગુયાના, 18 જુલાઇઃ સુનિલ નારાયણ વિશ્વનો એવો પહેલો બોલર બની ગયો છેકે જેણે ટી-20 ક્રિકેટના ઇતિહાસમાં સુપર ઓવર દરમિયાન મેઇડન ઓવર નાંખી હોય. તેણે આ કારનામો 17 જુલાઇના રોજ રમાયેલી કેરેબિયન પ્રીમિયર લીગ(સીપીએલ)ની એક મેચ દરમિયાન કર્યો હતો.

પ્રોવાઇડેન્સ સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી ગુયાના અમેઝોન વોરિયર્સ અને રેડ સ્ટીલ વચ્ચેની સીપીએલની મેચમાં સુપર ઓવર દરમિયાન નારાયણે એક વિકેટ લીધી હતી અને મેઇડન ઓવર નાંખી હતી. નારાયણ વોરિયર્સ તરફથી રમી રહ્યો છે, તેને સુપર ઓવર નાંખવા માટે બોલાવવામાં આવ્યો હતો, જેમાં તેણે ઓવરના પાંચમા બોલે વિકેટ લીધી હતી અને આખી ઓવર દરમિયાન વિરોધી ટીમને એકપણ રન લેવા દીધો નહોતો.

આ પણ વાંચોઃ- પહેલી ઇનિંગમાં ભારતના 295, રહાણેએ કરી ગાંગુલીની બરાબરી
આ પણ વાંચોઃ- લોર્ડ્સમાં સદી, રહાણે બન્યો નવમો ભારતીય
આ પણ વાંચોઃ- ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર નોંધાઇ આ સિદ્ધિ
આ પણ વાંચોઃ- વિશ્વના સૌથી વધુ કમાણી કરતા 25 ખેલાડીઃ ધોની 22માં નંબરે

વોરિયર્સને જીત માટે 119 રનની જરૂર હતી, પરંતુ તે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 118 રન કરી શક્યું હતું, આ સાથે ટાઇ થઇ હતી અને સુપર ઓવર કરવી પડી હતી. વોરિયર્સના સુકાની ડેનેશ રામાદિને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પહેલા પણ એક વિવાદ રેડ સ્ટીલ સાથે જોડાઇ ગયો હતો. રેડ સ્ટીલના સુકાની ડ્વેન બ્રેવોને ત્રિનિદાદ એન્ટ ટોબાગો દ્વારા પડતો મુકવામા આવ્યો હતો. નારાયણ દ્વારા સુપર ઓવરમાં મેઇડન ફેંકવામાં આવતા અનેક લોકોએ ટ્વીટર પર તેની આ સિદ્ધિને બિરદાવી છે. તો ચાલો તસવીરો થકી આ મેચ અંગે થોડુક જાણીએ અને ટ્વીટરમાં લોકોએ શું કહ્યું તેના પર નજર ફેરવીએ.

સુપર ઓવરમાં વોરિયર્સે કર્યા 11 રન
સુપર ઓવરમાં વોરિયર્સે એક વિકેટ ગુમાવીને 11 રન બનાવ્યા હતા. આ લક્ષ્યને હાંસલ કરવા માટે રેડ સ્ટીલ તરફથી બેટિંગમાં ઉતારવામા આવેલા વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરને સુનિલ નારાયણની ઓવરના ચાર બોલ ખાલી કાઢ્યા હતા અને પાંચમા બોલમાં તે માર્ટિન ગુપ્ટિલના હાથે કેચ આઉટ થઇ ગયો હતો. સુપર ઓવરનો છેલ્લો બોલ રોસ ટેલરે રમ્યો હતો, જેમાં એકપણ રન આવ્યો નહોતો.

નારાયણની ચાર ઓવરમાં 23 રન, સુપર ઓવર મેઇડન
પૂરને મેચ દરમિયાન નારાયણની એક ઓવરમાં ચાર બોલમાં 11 રન ફટકાર્યા હતા, પરંતુ સુપર ઓવરમાં તે એકપણ રન કરી શક્યો નહોતો. જ્યારે નારાયણરે ઇનિંગ દરમિયાન ચાર ઓવરમાં 23 રન આપીને બે વિકેટ લીધી હતી અને તેણે 8 બોલમાં એક છગ્ગાની મદદથી આઠ બોલમાં 16 રન કર્યા હતા.

નારાયણે નાંખી સુપર ઓવર મેઇડન

નારાયણે નાંખી સુપર ઓવર મેઇડન

સુનિલ નારાયણ વિશ્વનો એવો પહેલો બોલર બની ગયો છેકે જેણે ટી-20 ક્રિકેટના ઇતિહાસમાં સુપર ઓવર દરમિયાન મેઇડન ઓવર નાંખી હોય

નારાયણે નાંખી સુપર ઓવર મેઇડન

નારાયણે નાંખી સુપર ઓવર મેઇડન

તેણે આ કારનામો 17 જુલાઇના રોજ રમાયેલી કેરેબિયન પ્રીમિયર લીગ(સીપીએલ)ની એક મેચ દરમિયાન કર્યો હતો

નારાયણે નાંખી સુપર ઓવર મેઇડન

પ્રોવાઇડેન્સ સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી ગુયાના અમેઝોન વોરિયર્સ અને રેડ સ્ટીલ વચ્ચેની સીપીએલની મેચમાં સુપર ઓવર દરમિયાન નારાયણે એક વિકેટ લીધી હતી

નારાયણે નાંખી સુપર ઓવર મેઇડન

નારાયણ વોરિયર્સ તરફથી રમી રહ્યો છે, તેને સુપર ઓવર નાંખવા માટે બોલાવવામાં આવ્યો હતો

નારાયણે નાંખી સુપર ઓવર મેઇડન

વોરિયર્સને જીત માટે 119 રનની જરૂર હતી, પરંતુ તે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 118 રન કરી શક્યું હતું

નારાયણે નાંખી સુપર ઓવર મેઇડન

વોરિયર્સના સુકાની ડેનેશ રામાદિને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

નારાયણે નાંખી સુપર ઓવર મેઇડન

રેડ સ્ટીલના સુકાની ડ્વેન બ્રેવોને ત્રિનિદાદ એન્ટ ટોબાગો દ્વારા પડતો મુકવામા આવ્યો હતો. નારાયણ દ્વારા સુપર ઓવરમાં મેઇડન ફેંકવામાં આવતા અનેક લોકોએ ટ્વીટર પર તેની આ સિદ્ધિને બિરદાવી છે.

English summary
Sunil Narine has become the first bowler in Twenty20 cricket history to bowl a maiden in Super Over, during the Caribbean Premier League (CPL) yesterday (July 17).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X