For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌરાષ્ટ્રવાસી રવિન્દ્ર જાડેજાની લોર્ડ્સમાં ‘તલવાર બાજી’

|
Google Oneindia Gujarati News

લંડન, 21 જુલાઇઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને સૌરાષ્ટ્રવાસી રવિન્દ્ર જાડેજાએ પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ અડધી સદી લોર્ડ્સ ખાતે ફટકારી છે. સ્વાભાવિક છેકે, લોર્ડ્સના મેદાનમાં અડધી સદી ફટકારવી અને ખરા સમયે ટીમ ઇન્ડિયા માટે સંકટમોચકની ભૂમિકા નિભાવવાથી રવિન્દ્ર જાડેજા ઉત્સાહિત હતો.

આ પણ વાંચોઃ- લૉર્ડ્સમાં ફતેહની તૈયારીમાં ભારત, જીત માટે છ વિકેટની જરૂર

જેવી તેણે કારકિર્દીની પહેલી ટેસ્ટ અડધી સદી ફટકારી કે તુરંત જ તેણે હવામાં પોતાનું બેટ ફેરવવાનું શરૂ કરી દીધું હતું. આ પહેલીવાર બન્યુ હતું કે સૌરાષ્ટ્રવાસી રવિન્દ્ર જાડેજાએ કંઇક આવા અંદાજમાં પોતાની સિદ્ધિની ઉજવણી કરી હોય. તેણે જે પ્રકારે પોતાનું બેટ હવામાં ફેરવ્યું હતું, તેને જોઇને એક ક્ષત્રીય કોઇ તહેવાર અથવા પ્રસંગે તલવાર બાજી કરતો હોય તેની યાદ અપાવી દીધી હતી.

આ પણ વાંચોઃ-
અનુષ્કા માટે બેબાકળો બન્યો વિરાટ, મેનેજમેન્ટને કરી આવી અપીલ
આ પણ વાંચોઃ- ટી-20 ક્રિકેટમાં પહેલીવારઃ નારાયણે નાંખી સુપર ઓવર મેઇડન

રવિન્દ્ર જાડેજાને જ્યારે તેની આ અનોખા પ્રકારની ઉજવણી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, મે અમારી સંસ્કૃતિ અનુસાર ઉજવણી કરી છે. અમે રાજપૂતો આ પ્રકારની ઉજવણી કરતા હોઇએ છીએ. તો ચલો તસવીરો થકી આ અંગે વધુ જાણીએ.

તલવારબાજી અંગે શું કહ્યું જાડેજાએ

તલવારબાજી અંગે શું કહ્યું જાડેજાએ

જાડેજાએ કહ્યું છેકે, તહેવાર દરમિયાન અથવા તો કોઇ ખાસ પ્રસંગ હોય ત્યારે અમે બન્ને હાથમાં તલવાર પકડીને તલવારી બાજી કરતા હોઇએ છીએ. મારા હાથમાં માત્ર એક બેટ હતું તેથી મે એક બેટ વડે કર્યું હતું.

ધોનીએ મારી મિમિક્રી કરી

ધોનીએ મારી મિમિક્રી કરી

હું મારી પહેલી અડધી સદીને અનોખી રીતે ઉજવવા માગતો હતો. તેથી મે આ પ્રકારે તલવારબાજીની જેમ બેટ ફેરવીને તેની ઉજવણી કરી. એમએસ ભાઇએ એ જોયું હશે અને તેથી તેમણે પણ મારી મિમિક્રી કરી હતી.

પહેલી ટેસ્ટ અડધી સદી

પહેલી ટેસ્ટ અડધી સદી

રવિન્દ્ર જાડેજાએ લોર્ડ્સ ખાતે રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં 68 રનની ઇનિંગ રમી હતી. જે તેનો ટેસ્ટ કારકિર્દીનો સર્વાધિક સ્કોર હતો. તેમજ લોર્ડ્સ ખાતે ફટકારેલી અડધી સદી તેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ અડધી સદી છે.

ભુવનેશ્વર સાથે 99 રનની ભાગીદારી

ભુવનેશ્વર સાથે 99 રનની ભાગીદારી

રવિન્દ્ર જાડેજાએ ભુવનેશ્વર કુમાર સાથે મળીને આઠમી વિકેટ માટે 99 રનની ભાગીદારી નોંધાવી હતી. જેમાં ભુવનેશ્વર કુમારે 44 અને રવિન્દ્ર જાડેજાએ 49 રન ફટકાર્યા હતા.

English summary
India all-rounder Ravindra Jadeja unveiled a new way of celebrating his half century during the fourth day of the second Test against England at Lord's yesterday (July 20).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X