આ બોલરે આપ્યો ધોનીને જવાબ, હજી પણ નહીં મળે તક?
વાંગારેઇ, 2 ફેબ્રુઆરીઃ ટીમ ઇન્ડિયા હાલના સમયે એક ઘણા જ કપરા સમયમાંથી પસાર થઇ રહી છે અને આ કપરા સમયનું સૌથી મોટુ કારણ છે ટીમની બોલિંગ. જેને કોઇપણ રીતે નજર અંદાજ કરી શકાય તેમ નથી. સુકાનીએ ન્યુઝીલેન્ડ પ્રવાસમાં મોટાભાગ તમામ બોલર્સને અજમાવી લીધા છે અને બધા જ નિષ્ફળ નીવડ્યા છે. તેવામાં જો કોઇ યુવા બોલર્સને પ્રવાસ દરમિયાન બહાર બેસાડી રાખવામાં આવે શું થશે? કોણ છે આ બોલર અને કેવી રીતે પોતાના સુકાનીના પ્રશ્નોના જવાબો આપતા તેણે પોતાને ટેસ્ટ શ્રેણીની ટીમમાં સામેલ કરવાની દસ્તક આપી છે.

નોંધનીય છે કે, વનડે શ્રેણીની અંતિમ મેચમાં જ્યારે સુકાની ધોનીને ઇશ્વર અંગે પૂછવામાં આવ્યું તો ધોનીએ કહ્યું હતું કે, જ્યાં સુધી ઇશ્વરની વાત કરવામાં આવે તો અમને લાગે છે કે તેનો પ્રયોગ કરતા પહેલા, તેમની બોલિંગ પર હજુ પણ થોડુક કામ કરવાનું બાકી છે. ઇશ્વરે અભ્યાસ મેચ થકી પોતાના સુકાનીને સંદેશ પહોંચાડી દીધો છે. પ્રશ્ન એ છે કે, વિદેશી પીચો પર સતત ચાલી રહેલા ટીમના ફ્લોપ શો વચ્ચે આ બોલર્સને એક તક ટેસ્ટ શ્રેણીમાં મળે છે કે નહીં.
ઇશ્વરે જ્યારે તેમના પ્રદર્શન અંગે પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે તેમણે અલગ-અલગ ફોર્મેટમાં એ ફોર્મેટ પ્રમાણે બોલિંગ કરવાનું શીખી લીધું છે. ઇશ્વરના અભ્યાસ મેચના પહેલા દિવસે પ્રદર્શન પર પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, આ મારા માટે સારી તક હતી. મે એવી જ બોલિંગ કરવાનો પ્રયાસ કર્યો જે ઘરેલુ ક્રિકેટ સીઝનમાં કર્યો હતો. જ્યારે હું બોલિંગ કરુ છું તો મારું ધ્યાન વિકેટ લેવા કરતા લાઇન લેન્થ જાળવી રાખવા પર વધારે ધ્યાન કેન્દ્રિત રહે છે. આ ફોર્મૂલા મારા માટે ઘરેલુ ક્રિકેટમાં કામ લાગ્યું હતુ અને તેવું જ મે અહીં પણ કરવા માગુ છુ. માત્ર મારા માટે નહીં પરંતુ ટીમ માટે પણ.












Click it and Unblock the Notifications
