જય શાહને મળ્યો સ્પોર્ટ્સ બિઝનેસ લીડર ઓફ ધ યર
Sports Business Leader of the Year : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ જય શાહને CII સ્પોર્ટ્સ બિઝનેસ એવોર્ડ્સ 2023માં સ્પોર્ટ્સ બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ (Sports Business Leader of the Year)થી નવાજવામાં આવ્યા છે.
TATA સ્ટીલના વાઇસ પ્રેસિડેન્ટ અને CII નેશનલ કમિટિ ઓન સ્પોર્ટ્સના અધ્યક્ષ ચાણક્ય ચૌધરીએ ભારતીય ક્રિકેટના બહેતરમાં શાહની ભૂમિકાને અન્ડરસ્કર કરીને એવોર્ડ અર્પણ કર્યો હતો.

તાજેતરમાં સમાપ્ત થયેલ ICC મેન્સ વર્લ્ડ કપ એ અત્યાર સુધીના સૌથી વધુ હાજરીવાળા વર્લ્ડ કપ તરીકે ઇતિહાસમાં તેનું નામ લખી નાખ્યું હતું.
જય શાહના નેતૃત્વ હેઠળનો બીજો નિર્ણય ભારતીય ક્રિકેટમાં પગારની સમાનતા લાવવાનો હતો, જે સુનિશ્ચિત કરે છે કે, પુરૂષ અને મહિલા ક્રિકેટરો બંનેને સમાન વળતર મળે.
અન્ય પહેલમાં, જય શાહે દેશની મહિલા ક્રિકેટર્સ માટે તેમની કુશળતા દર્શાવવા માટે મહિલા પ્રીમિયર લીગની સ્થાપનાનું નેતૃત્વ કર્યું હતું.
આ સાથે ICC ઓલિમ્પિક્સ વર્કિંગ ગૃપમાં શાહની ભૂમિકાએ ક્રિકેટને ઓલિમ્પિકમાં લાવવામાં ભાગ ભજવ્યો છે.












Click it and Unblock the Notifications
