ઘુંટણની ઇજાના કારણે IPL-6માંથી પીટરસન બહાર

પીટરસન છથી આઠ સપ્તાહ સુધી ક્રિકેટથી દૂર રહેશે. ન્યૂઝિલેન્ડ પ્રવાસ કરી રહેલી ઇંગ્લિશ ટીમના ખેલાડી પીટરસન આ ઇજાના કારણે નિર્ણાયક ટેસ્ટમાં પણ રમી શકશે નહી. આ શ્રેણીમાંથી પીટરસન બહાર થઇ જવાના કારણે તેના સ્થાને જોની બેયર્સટ્રોને ટીમમાં સમાવવામાં આવ્યા છે.
જોકે પીટરસન ચેમ્પિયન્સ ટ્રોફી અને ઓસ્ટ્રેલિયાની સાથે યોજાનારી એશેજ શ્રેણી પહેલા ફિટ થઇ જવાની આશા સેવવામાં આવી રહી છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અનુસાર પીટરસને ઘુંટણમાં દુ:ખાવાની વાત કરી હતી. ત્યારબાદ તેના પગનો સ્કેન કરાવવામાં આવ્યો, જેમા ખ્યાલ આવ્યો કે તેમની ઇજા ગંભીર છે. જેને સાજા થતા થતા છ-સાત મહિના લાગી જશે.
ઇસીબીએ જણાવ્યું કે પીટરસન પોતાની ઇજાની તપાસ માટે સ્વદેશ પરત ફરી રહ્યા છે. તે સ્વદેશ પહોંચીને નિષ્ણાંત તબીબોની મદદ લેશે.












Click it and Unblock the Notifications
