IPL-6: કિંગ્સ ઇલેવને ડેરડેવિલ્સને 5 વિકેટે આપી માત
નવી દિલ્હી, 24 એપ્રિલ: કિંગ્સ ઇલેવન પંજાબના ખેલાડીયોએ મંગળવારે ફિરોજશાહ કોટલા મેદાનમાં રમાયેલી ઇન્ડિયન પ્રિમિયર લીગ સિઝન છની 32મી મેચ અને પોતાની સાતમી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને પાંચ વિકેટથી હરાવી દીધું. આ જીતે કિંગ્સ ઇલેવનને નવ ટીમની હરોળમાં પાંચમાં સ્થાને મૂકી દીધી છે. પંજાબના હરમીતસિંહ મેન ઓફ ધ મેચ બન્યો.
ડેરડેવિલ્સ દ્વારા આપવામાં આવેલા 121 રનોના લક્ષ્યનો પીછો કરતા કિંગ્સ ઇલેવને 17 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી. ડેવિડ મિલરે સૌથી વધું 34 રન બનાવ્યા જ્યારે મંદીપ સિંહે 24 રનોનું યોગદાન આપ્યું.
સાત મેચોમાં આ કિગ્સ ઇલેવનની ચોથી જીત છે જ્યારે ડેરડેવિલ્સને આઠ મેચોમાં સાતમી હારનો સામનો કરવો પડ્યો છે. ડેરડેવિલ્સે પોતાની છેલ્લી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને હરાવ્યું હતું પરંતુ ત્યારબાદ ફરી આ ટીમ હારના પાટા પર આવી ગઇ છે.
ટોસ જીતીને કિંગ્સ ઇલેવન પંજાબે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરી દિલ્હીની ટીમે 120 રન બનાવ્યા હતા. જેમાં ડેવિડ વોર્નરે સર્વાધિક 40 રન બનાવ્યા હતા. જ્યારે સહેવાગે 23, જુનેજા અને ઇરફાન પઠાણે 14 રનોનું યોગદાન આપ્યું હતું. પંજાબની ટીમે માત્ર 17 ઓવરમાં જ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું. જેમાં મીલર 34, મનદીપ સિંહ 24, ડેવિડ હસ્સીએ અને પોમેર્સ્બચે 18 રનનું યોગદાન આપ્યું હતું.

કિંગ્સ ઇલેવને ડેરડેવિલ્સને 5 વિકેટે આપી માત

-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત

Click it and Unblock the Notifications