કમાણીના મામલે ધોની, સચિનને પછાડ્યા વિરાટ કોહલીએ
મુંબઇ, 27 સપ્ટેમ્બરઃ ક્રિકેટના મેદાન પર ધમાકેદાર ઇનિંગ રમનાર ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ હવે કમાણીના મામલે પણ મોટો શોટ ફટકાર્યો છે. કોહલીએ બે કંપનીઓએ વર્ષે 16.5 કરોડ રૂપિયાની ડીલ કરીને બ્રેંડ ઇન્ડોર્સમેન્ટથી કમાણીના મામલે ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધા છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, ટીમ ઇન્ડિયાના 25 વર્ષના આ ઉપસુકાનીએ રમત-ગમતનો સામાન વેંચનારી જર્મનીની કંપની એડિદાસ સાથે ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો છે. આ ડીલ 10 કરોડ વર્ષિક થઇ છે. આ ડીલ હેટળ કોહલી હવે એડિદાસના જૂતાંની એડ કરતો જોવા મળશે.

નોંધનીય છે કે, કોહલી હાલ, પેપ્સી, ટોયોટા સહિત 13 બ્રાન્ડની ઇન્ડોર્સમેન્ટ કરી રહ્યો છે. ગત વર્ષ સુધી ઇન્ડોર્સમેન્ટથી તેની કમાણી 40 કરોડ રૂપિયા હતી, પરંતુ આ બે ડીલથી તે ઘણો આગળ નીકળી ગયો છે. કોહલીએ 2015ના વિશ્વકપ બાદ ટીમ ઇન્ડિયાના સંભવિત સુકાની માનવામાં આવી રહ્યાં છે. ટીમ ઇન્ડિયાના કોહલી ઉભરતા કદને જોઇને કંપનીઓ તેના તરફ આકર્ષાઇ રહી છે.












Click it and Unblock the Notifications
