કોરિયા ઓપન: ચીનને હરાવી પી.વી. સિંધુ પહોંચી ફાઇનલમાં

Written By:
Subscribe to Oneindia News

ભારતની બેડમિન્ટન ખેલાડી વર્લ્ડ નંબર-4 પી.વી.સિંધુએ ચીનની ખેલાડી ને હરાવીને કોરિયન ઓપન સુપર સીરિઝમાં ફાઇનલમાં પહોંચી ગઈ છે. ઓલિમ્પિકમાં સીલ્વર પદક મેળવનાર સિંધુએ શનિવારના યોજાયેલ સેમીફાઇનલમાં વર્લ્ડ નંબર 7 ,ચીનની હી બિંગઝિઆઓને 21-10, 17-21,21-16થી હાર આપી હતી. હવે પી.વી સિંધુ ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે 1:06 મિનિટ ચાલેલી આ મેચની છેલ્લી ગેમમાં સિંધુએ 21-16નો આંક પોતાને નામ કરતા જીત મેળવી હતી. આ બંને ખેલાડીઓ વચ્ચે આ પહેલા થયેલા આઠ મુકાબલાઓમાં 5 વખત બિંગઝિઆઓએ જીત મેળવી હતી ,તો પી.વી.સિંધુએ 3 મેચ જીતી હતી. આ જીત બાદ સિંધુએ તેની ચોથી જીત મેળવી છે. હવે તેનો મુકાબલો જાપાનની નોઝોમી ઓકુહારા સાથે થશે.

pv siudhu

નોંધનીય છે કે, આ જ જાપાની ખેલાડીએ થોડા સમય પહેલા યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયન શીપના ફાઇનલમાં પી.વી.સિંધુને હાર આપી હતી. આ ઉપરાંત વર્લ્ડ નંબર-9 ઓકુહારાએ વિશે વાત કરવામાં આવે તો તેણે સેમી ફાઇનલમાં 2016ની ચેમ્પિયન વર્લ્ડ નંબર-2 હમવતન અકાને યામાગુચીને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. જો પી.વી સિંધુ કોરિયા ઓપનને જીતે છે તો તે ભારતની પહેલી એવી ખેલાડી બનશે જેણે કોરિયા ઓપન જીત્યુ હોય. શુક્રવારે યોજાયેલી ગેમમાં સિંધુએ વર્લ્ડ નંબર-19 જાપાનની મિન્ત્સુ મિતાનીને હરાવીને સેમીફાઇનલમાં પહોચી હતી. હવે ફાઇનલમાં પી.વી. સિંધુ નવો ઇતિહાસ રચી શકે છે કે નહી એ જોવાનુ રહ્યું.

English summary
Korea Open Super Series: PV Sindhu beats He Bingjiao to set up title clash with Nozomi Okuhara
Please Wait while comments are loading...