For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લલિત મોદી રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બન્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 એપ્રિલ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના સ્થાપક અને પૂર્વ અધ્યક્ષ લલિત મોદીને આજે સત્તાવાર રીતે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે.

પોતાના જીવન પર જોખમ હોવાને કારણ હાલ યુનાઇટેડ કિંગડમમાં રહેતા લિલત મોદીને 19 ડિસેમ્બર, 2013ના રોજ યોજાયેલી ચૂંટણી બાદ છેક આજે આરસીએના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા હોવાની જાહેરાત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે મોદી સામે મુકાયેલા પ્રતિબંધને દૂર કર્યા બાદ બીસીસીઆઈના પૂર્વ પ્રમુખ લલિત મોદી ફરી એકવાર સક્રિય બનશે.

lalit-modi

એસોસિએશનની ચૂંટણીઓ 19 ડિસેમ્બર 2013માં જ યોજાઈ હતી. પરંતુ બીસીસીઆઈએ મોદીના ચૂંટણી લડવાના અધિકારોને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા. જે બાદથી ચૂંટણીના પરિણામો કોર્ટે અનામત રાખ્યા હતા. કોર્ટે આજે પરિણામોની જાહેરાત કરતા મોદીને રાજસ્થાન ક્રિકેટ અસોસિએશનના પ્રમુખ ગણાવ્યા છે.

આ સાથે સુપ્રીમ કોર્ટે મોદીના ચૂંટણી લડવાને જાહેરમાં મૂક્યો છે. કોર્ટે કહ્યું છે કે બીસીસીઆઈ કે અન્ય કોઈ સંસ્થા ઇચ્છે તો આ ચૂંટણીઓને પડકારી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગત માસે જ પરિણામો જાહેર કરવાનો નિર્ણય કરાયો હતો.

બીસીસીઆઈની વકીલ સીએ સુન્દરમે સીએનએન-આઇબીએનને કહ્યું કે જો રાજસ્થાન ક્રિકેટ અસોસીએશન આ નિર્ણય પર આગળ વધશે તો બોર્ડ આ સામે કડક પગલાં ભરશે કારણ કે મોદી પર બીસીસીઆઈના આજીવન પ્રતિબંધ મૂક્યો છે.

English summary
Today Lalit Modi declared as President of the Rajasthan Cricket Association.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X