For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેન્નાઇ ટેસ્ટ: ધોનીએ તોડ્યો માસ્ટર બ્લાસ્ટરનો રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

dhoni
ચેન્નાઇ, 25 ફેબ્રુઆરી: મહેન્દ્રસિંહ ધોનીએ ઓસ્ટ્રેલિયાની સામે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતની પ્રથમ પારીમાં સોમવારે 224 રન બનાવીને કપ્તાનના રૂપમાં સર્વાધિક રન ફટકારીને ભારતીય રેકોર્ડ બનાવ્યો છે.

આ પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. ધોનીએ 206 રન સાથે પોતાની પારી આજે આગળ ખેલી, અને તેણે તેંડુલકરનો રેકોર્ડ તોડી પાડ્યો. તેંડુલકરે 1999માં ન્યૂઝિલેન્ડની સામે અમદાવાદમાં 217 રન બનાવ્યો હતો.

ભારતના માત્ર ચાર ખેલાડી જ અત્યાર સુધી કપ્તાન તરીકે માત્ર બેવડી સદી ફટકારી શક્યા છે. સૌથી પહેલા આ રેકોર્ડ સંસૂર અલી ખાં પટૌડીએ 1964માં ઇંગ્લેન્ડની સામે નવીદિલ્હીમાં બનાવ્યો હતો. તેમણે ત્યારે અણનમ 203 રન બનાવ્યા હતા. ત્યારબાદ સુનીલ ગાવસ્કરે 1978માં વેસ્ટઇન્ડિઝની સામે મુંબઇમાં 205 રનની કપ્તાની પારી ખેલી હતી. ધોનીની જેમ પટૌડી અને તેંદુલકરે પણ પોતાની પહેલી બેવડી સદી કપ્તાન તરીકે લગાવી હતી.

પટૌડી, ગાવસ્કર અને તેંડુલકરે જ્યારે કપ્તાની પારીમાં બેવડી સદી ફટકારી હતી, ત્યારે મેચ ડ્રો રહી હતી. ધોની જોકે વિકેટકિપર બેટ્સમેન તરીકે સર્વાધિક સ્કોરના રેકોર્ડને નથી તોડી શક્યા. આ રેકોર્ડ ઝિમ્બાબ્વેના એંડી ફ્લાવરના નામે છે, જેણે 2000માં ભારતની સામે નાગપુરમાં અણનમ 232 રન બનાવ્યા હતા. ત્યારબાદ શ્રીલંકાના કુમાર સંગાકારાએ 230 રન અને બાદમાં ધોનીનો નંબર આવે છે.

English summary
Chennai test: Mahendra singh Dhoni break the record of Sachin Tendulkar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X