વિદેશી ધરતી પર સૌથી ફ્લોપ ટેસ્ટ કેપ્ટન રહ્યા ધોની

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 3 જાન્યુઆરી: મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે ભારતીય ક્રિકેટ ટીમને એક નવી ઉંચાઇ પર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હોય. પરંતુ એ પણ સત્ય છે કે ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં વિદેશી જમીન પર આજ સુધી કોઇ પણ કપ્તાનનો રેકોર્ડ એટલો ખરાબ નથી રહ્યો જેટલો ધોની રહ્યો છે.

વિદેશી ધરતી પર રમવામાં આવેલી છેલ્લી 4 ટેસ્ટ સીરીઝના આંકડા પર નજર કરીએ તો 2011માં વર્લ્ડકપ જીત્યા બાદથી અત્યાર સુધી ટીમ ઇન્ડિયાએ દેશની બહાર 13 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી માત્ર એક જ મેચમાં જીત હાસલ કરી છે. ટીમને 9 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે 3 મેચ ડ્રો રહી છે. આ મેચમાં ભારતની જીતની ટકાવારી 7.69 ટકા રહી છે, જ્યારે હારની ટકાવારી 69.23 ટકા રહી છે.

આ 13 મેચોમાંથી 11માં રાહુલ દ્રવિડ ટીમમાં હતા અને તેમણે સૌથી વધારે 906 રન બનાવ્યા, જ્યારે ઇશાંત શર્માએ સૌથી વધારે 42 વિકેટ ઝડપી. વેસ્ટઇન્ડિઝ, ઇંગલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન રમાયેલી આ તમામ મેચોમાં વિરાટ કોહલી અને ધોની ટીમમાં સામેલ હતા. કોહલીએ આ મેચમાં 648 રન બનાવ્યા અને ધોનીએ 506 રન બનાવ્યા.

dhoni
હવે ટીમ 12 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે રવાના થઇ રહી છે, જ્યા 5 વનડે અને 2 ટેસ્ટ મેચની સીરિઝ રમાશે. સીરિઝ માટે ઓળખાતા બેટ્સમેન કોહલી, ધોની, અને મુરલી વિજયમાંથી 2ની એવરેજ પાછલી કેટલીક સીરિઝમાં 25થી ઓછી રહી છે.

ધોની બ્રિગેડ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર શું ચમત્કાર કરી શકે છે તે તો આવનાર દિવસોમાં જ ખબર પડશે. પરંતુ દેશના સૌથી સફળ કપ્તાન માનવામાં આવતા ધોની પર વિદેશી ધરતી પર સૌથી ખરાબ કપ્તાન હોવાની મહોર વાલી ગઇ છે.

English summary
Mahendra Singh Dhoni is flop captain India Tests abroad.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.