For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 5 કારણોથી ધોનીએ ટેસ્ટ ક્રિકેટને કહી અલવિદા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 ડિસેમ્બર: આજે ભારતીય રમતજગતમાં ત્યારે હડકંપ મચી ગયો જ્યારે એવા સમાચાર વહેતા થયા કે ભારતીય ક્રિકેટના અત્યાર સુધીના સૌથી સફળ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. જોકે ધોનીના ચાહકો આ વાતને માનવા માટે રાજી જ ન્હોતા કે માહી આવો નિર્ણય લઇ શકે છે. પરંતુ બીજી તરફ એવા મત ધરાવતા લોકો પણ હતા કે ધોનીએ જે નિર્ણય લીધો તે યોગ્ય નિર્ણય લીધો છે તેનાથી યુવા ખેલાડીઓને કપ્તાની કરવાની તક મળશે.

સૌને ધોનીના ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાતથી તો આશ્ચર્ય છે જ પરંતુ સૌથી વધારે આશ્ચર્ય એ વાતનું છે કે તેમણે ટેસ્ટ સીરિઝની વચ્ચે આવો નિર્ણય શા માટે કર્યો, અથવા તો તેઓ આ નિર્ણયની જાહેરાત સ્વદેશ આવીને પણ કરી શકતા હતા. જે હોય તે.. અમે આપને અહીં જણાવી રહ્યા છીએ કે માહીએ શા માટે અચાનક સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો..

માહીના આ નિર્ણય પાછળ આ પાંચ તત્થો કારણભૂત હોઇ શકે છે...

1. ટીમ પર બોઝ નથી બનવું

1. ટીમ પર બોઝ નથી બનવું

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ધોનીએ ટીમને જણાવ્યું કે તેઓ પોતાની ટીમ પર બોઝ નથી બનવા માંગતા.

2. ત્રણેય ફોર્મેટમાં રમવાનું પ્રેસર

2. ત્રણેય ફોર્મેટમાં રમવાનું પ્રેસર

અત્રે નોંધનીય છે કે ધોની પહેલા પણ કહી ચૂક્યા છે કે તેઓ ક્રિકેટની ત્રણેય (ટેસ્ટ, વનડે, ટી20) ફોર્મેટમાં મુશ્કેલી અનુભવે છે. માટે તેમના આ નિર્ણય પાછળ તેઓ વનડે અને ટી20 ફોર્મેટ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવા ઇચ્છે છે.

3. સતત હારના કારણે હતાશ

3. સતત હારના કારણે હતાશ

આંકડાઓ અનુસાર ધોનીની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે વિદેશમાં 30 ટેસ્ટ મેચ રમી છે જેમાં ભારતને માત્ર 6 મેચોમાં જીત હાસલ કરવામાં જ સફળતા મળી છે જ્યારે ટીમ ઇન્ડિયા 15 મેચ હારી ગઇ છે. નબળી બેટિંગ ફોર્મ પણ તેમના સંન્યાસનું એક કારણ હોઇ શકે.

4. કોહલીનું 'વિરાટ' કદ

4. કોહલીનું 'વિરાટ' કદ

ક્રિકેટ વિશ્લેષક માને છે કે ટીમ ઇન્ડિયામાં વિરાટ કોહલીના વધતા કદે પણ ધોનીને ટેસ્ટ ક્રિકેટથી રિટાયરમેંટ માટે મજબૂર કરવામાં આવ્યા હશે. અત્રે સુધી કે પાછલા ઘણા સમયથી બીસીસીઆઇ પણ વિરાટ કોહલીને પ્રેત્સાહન આપતી દેખાઇ રહી છે.

 5. આઇપીએલ સ્પોટ ફિક્સિંગ વિવાદ

5. આઇપીએલ સ્પોટ ફિક્સિંગ વિવાદ

આઇપીએલ સ્પોટ ફિસ્કિંગમાં વારંવાર નામ આવવાથી પણ ધોનીની છબી થોડી ખરાબ થઇ છે. ફિક્સિંગના આરોપો પર પ્રતિક્રિયા આપતા તેઓ ચેન્નઇ સુપર કિગ્સની કપ્તાની છોડવાનો પણ પ્રસ્તાવ મૂકી ચૂક્યા છે.

English summary
Mahendra Singh Dhoni's retirement from test cricket, know 5 reason about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X