ધોનીની દરેક સફળતાઓની તેની પત્ની 'સાક્ષી' રહી છે, તસવીરો
કહેવાય છે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પછી તે માતા, દીકરી, પુત્રી કે પત્ની જ કેમ ના હોય. વાત થઇ રહી છે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની. તેની સફળતા પાછળ તેની બાળપણની મિત્ર અને પત્ની સાક્ષી ધોનીનો હાથ એટલે કે સાથ સહકાર છે. સાક્ષી ધોનીની હાર અને જીત બંને માટે તેની પડખે ઉભી રહે છે, અને કદાચ એટલે જ ધોની હાલમાં એક સફળ કપ્તાન છે.
ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ પરિવારના સભ્યો અને નિકટના મિત્રોની હાજરીમાં 4 જુલાઈ 2010ના રોજ દેહરાદૂનમાં ખૂબ જ ખાનગી કાર્યક્રમમાં પોતાની બળપણની મિત્ર સાક્ષી રાવત સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ભારતીય ક્રિકેટના નાયક બનેલા ધોની એટલે કે માહીએ પોતાના 29માં જન્મદિવસના ત્રણ દિવસ પહેલા પોતાની 23 વર્ષીય મિત્ર સાક્ષીને પોતાની જીવનસંગીની બનાવી. આ લગ્ન પ્રસંગને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ દેહરાદૂનના જંગલો વચ્ચે વિશ્રાંતિ ફાર્મહાઉસમાં સંપન્ન કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી માહીએ પાછળ વળીને નથી જોયું અને ધોનીની દરેક સફળતાઓની તેની પત્ની 'સાક્ષી' રહી છે.
સાક્ષી વિશે એવું પણ કહેવાય છે કે તે જ્યારે સ્ટેડિયમમાં હાજર હોય છે ત્યારે ધોની માટે લકી સાબિત થાય છે. આઇપીએલની મોટાભાગની મેચમાં સાક્ષીની હાજરી રહી છે, અને જ્યારે સાક્ષી સ્ટેડિયમમાં હાજર હોય છે ત્યારે ધોનીના બેટમાં જાણે પાવર આવી જતો હોય તેવું તેનું પ્રદર્શન રહે છે. ધોનીના નેતૃત્વવાળી ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સે અત્યાર સુધી 15 મેચમાંથી 11 મેચમાં જીત મેળવી છે, અને પોઇન્ટ ટેબલમાં 22 પોઇન્ટ સાથે નંબર વનની પોઝિશન પર છે.
માહીની સફળતાની 'સાક્ષી' પર એક નજર...

ધોનીની દરેક સફળતાઓની તેની પત્ની 'સાક્ષી'

Click it and Unblock the Notifications