પોપર્ટી માટે માતાની હત્યા કરવા માગે છે ક્રિકેટર ગોની!

તેમણે કહ્યું કે, ગોની પોતાની પત્ની, મોટા ભાઇ અને મોટાભાઇની પત્નીની મદદથી મને પરેશાન કરી રહ્યો છે. મારા પતિ પણ તેમની સાથે છે. કોરે કહ્યું કે, તેમના પુત્રએ અનેક વખત તેમને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી છે.
તેણે ગોની, તેના ભાઇ મનમોહન સિંહ અને તેમની પત્ની અમનદીપ કોર, પોતાના પતિ સરવન સિંહ પર પોતાને જાનથી મારી નાંખવાનો પ્રયત્ન કર્યાનો આરોપ લગાવ્યો છે. તેમણે પોલીસને આપેલી લેખીત ફરિયાદમાં કહ્યું છે કે, હું વરિષ્ઠ નાગરીક છું અને મારા જ સંબંધીઓ તરફથી અન્યાય સહન કરી રહી છું. મારા પર સંપત્તિનો હિસ્સો ગોનીને આપવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. ગોની, તેમના ત્રણ પુત્રમાં સૌથી નાનો છે, એક ભાઇ વિદેશમાં રહી રહ્યો છે.
આ વચ્ચે ગોનીએ તમામ આરોપોના પાયા વિહોણા ગણાવ્યા છે. ગોનીએ કહ્યું છે કે, હું છ વર્ષ પહેલા પરિવારથી અલગ થઇ ગયો હતો. ત્યારબાદ મારો તેમની સાથે કોઇ સંપર્ક નથી. પોલીસે કહ્યું કે તે તથ્યોની પૃષ્ટિ અને મામલાની તપાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
