મનુ ભાકર અને નીરજ ચોપરા લગ્ન કરવા જઈ રહ્યાં છે? જાણો શું કહ્યું બન્નેના પરિવારોએ?
ઓલિમ્પિકમાં ભારતનો પરચમ લહેરાવનારા મેડાલિસ્ટ મનુ ભાકર અને નીરજ ચોપરા લગ્ન કરવા જઈ રહ્યાં હોવાના અહેવાલો વહેતા થયા છે.
આ અહેવાલો વચ્ચે અફવાઓનું બજાર ગરમ છે અને લોકો વિવિધ પ્રકારની ચર્ચા કરી રહ્યાં છે. આ ચર્ચા વચ્ચે મનુ ભાકરના પિતાનું નિવેદન સામે આવ્યુ છે.

હાલમાં જ મનુ ભાકરની માતા સાથે નીરજ ચોપરાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં બન્ને શરમાઈને વાતો કરતા જોવા મળ્યા હતા. અહીંથી જ આ અટકળો શરૂ થઈ છે.
અન્ય એક વિડિયોમાં મનુની માતા નીરજ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતી અને તેને પ્રતિજ્ઞા લેવડાવતી જોવા મળી હતી. આ પછી બન્નેના લગ્નની અફવાઓને વધારે હવા મળી.
સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થતા મનુ ભાકરના પિતાએ આગળ આવીને પરદો હટાવ્યો છે. તેમને આ લગ્નની સંભાવના પર ખુલ્લીને વાત કરી છે.
મનુ ભાકરના પિતા રામ કિશન ભાકરે સ્પષ્ટતા કરી કે બંનેના લગ્નની કોઈ યોજના નથી. મનુ હજુ ઘણી નાની છે અને હજુ લગ્નની ઉંમરની નથી. હજુ સુધી તેના વિશે વિચાર્યું પણ નથી. મનુની માતા નીરજને પુત્રની જેમ માને છે.
નીરજ ચોપરાના એક નજીકના સંબંધીએ પણ લગ્નની અટકળોને ફગાવીને પરિસ્થિતિ પર ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે, નીરજના લગ્ન એક ભવ્ય સમારંભમાં થશે, જેના વિશે બધાને ખબર પડશે. જે રીતે નીરજ મેડલ લાવ્યો તેની આખા દેશને ખબર પડી એ જ રીતે તેના લગ્ન થશે ત્યારે બધાને ખબર પડી જશે.
મનુ ભાકેરે પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ભારત માટે બે બ્રોઝ મેડલ જીત્યા. તેણે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં વ્યક્તિગત બ્રોન્ઝ અને સરબજોત સિંહ સાથે મિશ્ર ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.












Click it and Unblock the Notifications
