For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોક્યો રવાના થતા પહેલા મેડલની દાવેદાર મીરાબાઇ ચાનુએ USAમાં પુરો કર્યો ટ્રેનિંગનો છેલ્લો દિવસ

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને વેઇટલિફટર મીરાબાઈ ચાનુ તરફથી મેડલની આશા છે. ભારતીય મહિલા લિફ્ટટર મીરાબાઈ ચાનુ 2017 વર્લ્ડ ચેમ્પિયન છે. ચાનુ 49 કિલો વજનના વર્ગમાં ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. ચાનુએ છેલ્લા કેટલ

|
Google Oneindia Gujarati News

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને વેઇટલિફટર મીરાબાઈ ચાનુ તરફથી મેડલની આશા છે. ભારતીય મહિલા લિફ્ટટર મીરાબાઈ ચાનુ 2017 વર્લ્ડ ચેમ્પિયન છે. ચાનુ 49 કિલો વજનના વર્ગમાં ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. ચાનુએ છેલ્લા કેટલાક વર્ષોમાં તેના પ્રદર્શનથી ભારત માટે આશાઓ વધારી દીધી છે. તેણે 2018 કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ એશિયન ચેમ્પિયનશિપ 2020 માં પણ તેણે ક્લિન એન્ડ જર્કમાં 119 કિલો વજન ઉંચકીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ચાનુ હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં તાલીમ લઈ રહી હતી જ્યાં તેણે ઓલિમ્પિક્સ માટેની તૈયારીઓને અંતિમ રૂપ આપ્યું હતું.

Mirabai Chanu

ઓલમ્પિકમાં ચાનુનો ​​કાર્યક્રમ 24 જુલાઈથી શરૂ થશે અને આજે એટલે કે ગુરુવારે, તેણે યુએસએમાં તાલીમનો અંતિમ દિવસ પૂર્ણ કર્યો છે. આ પછી તેને ઓલિમ્પિક માટે ટોક્યો જવા રવાના થવું પડશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ છેલ્લી તાલીમનો વીડિયોની ટૂંકી ઝલક શેર કરીને ચાનુને અભિનંદન પાઠવ્યા છે.

ચાનુ ભારતના પૂર્વોત્તર વિસ્તારની છે જ્યાં તેનો જન્મ મણિપુરના નોંગપોક કકચિંગ ક્ષેત્રના એક સામાન્ય પરિવારમાં થયો હતો, પરંતુ તેણીની વેઈટ લિફ્ટિંગની સફર અસાધારણ હતી, તેની શરૂઆત ઇમ્ફાલથી થઈ હતી.

તેણે 2016 ના રિયો ઓલિમ્પિક્સમાં નિરાશાનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તે વેઇટલિફ્ટિંગ ઇવેન્ટ પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ હતી. તે કહે છે કે તે તેની પ્રથમ ઓલિમ્પિક્સ હતી, જેના કારણે તે નર્વસ થઈ ગઈ હતી અને મેડલ લઈ શકી ન હતી.

ભારત સરકાર દ્વારા ચાનુને ખેલ રત્ન અને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. હવે ચાનુ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ લાવવાની પ્રતિજ્ઞા લઈને 130 કરોડ ભારતીયોની આશા બની ગઈ છે. આ કાર્યક્રમમાં ભારતીય પડકારનો તે એકમાત્ર સ્પર્ધક છે. જો તે ટોક્યોમાં આત્મવિશ્વાસ સાથે સ્પર્ધા કરી શકે છે, તો તે 2000ના સિડની ઓલિમ્પિક્સમાં કર્ણમ મલ્લેશ્વરીના બ્રોન્ઝ મેડલથી પણ આગળ વધી શકે છે.

English summary
Medal contender Mirabai Chanu completes last day of training in USA before leaving for Tokyo
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X