For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માઇકલ ક્લાર્કે તોડ્યો બ્રેડમેન-પોન્ટિંગનો રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

એડિલેડ, 22 નવેમ્બર: ઓસ્ટ્રેલિયાના સુકાની અને મધ્યમક્રમના બેટ્સમેન માઇકલ ક્લાર્કે એક વર્ષમાં ચાર વખત બસ્સો કરતા વધુ રનની ઇનિંગ રમવાનો રકોર્ડ બનાવ્યો. આ સાથે જ તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ મહાન ખેલાડી સર ડોન બ્રેડમેન અને રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. નોંધનીય છે કે રિકી પોન્ટિંગે વર્ષ 2003માં અને ડોન બ્રેડમેને વર્ષ 1930માં એક વર્ષમાં ત્રણ બેવડી સદી લગાવી આ રેકોર્ડ બનાવ્યો હતો.

michael-clarke-bat
માઇકલ ક્લાર્ક દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ એડિલેડ ઓવલમાં આ સિદ્ધિ હાંસલ કરી. બીજી ટેસ્ટના પહેલા દિવસે જ્યારે આ સિદ્ધિ હાંસલ કરી ત્યારે તે 224 રન બનાવીને રમી રહ્યો હતો અને ઓસ્ટ્રેલિયાએ મેચમાં દિવસના અંતે પાંચ વિકેટ ગુમાવીને 485 રન બનાવી લીધા હતા.

ક્લાર્કે આ વર્ષની શરૂઆત ભારત વિરુદ્ધ ત્રેવડી સદી ફટકારીને કરી હતી. તેમણે સિડનીમાં ભારત સામે 329 રનોની અણનમ ઇનિંગ રમી કરી હતી, ત્યાર પછીની મેચમાં તેણે એડિલેડ ખાતે ભારત વિરુદ્ધ 210 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ હાલની શ્રેણીમાં પહેલી ટેસ્ટમાં બ્રિસબેન ખાતે તેણે 259 રનની ઇનિંગ રમી હતી.

વર્ષ 2012માં માઇકલ ક્લાર્કની શાનદાર ઇનિંગ

જાન્યુઆરી 2012માં ભારત સામે 329 રન

જાન્યુઆરી 2012માં ભારત વિરુદ્ધ 210 રન

નવેમ્બર 2012માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 259 રન

નવેમ્બર 2012માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 224 રન

English summary
Australia captain Michael Clarke broke Sir Don Bradman and Ricky Ponting's records as he registered his fourth 200 plus scores in a calendar year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X