રિયો ઓલ્મપિક: 70 મિનિટમાં બે ગોલ્ડ મેડલ, માઇકલ ફેલપ્સ

ઓલ્મપિકમાં સૌથી વધુ વ્યક્તિગત પદક જીતનાર માઇકલ ફેલપ્સનો ગોલ્ડ પ્રેમ આ વર્ષે પણ તે જ ગતિથી ચાલુ રહેલો જોવા મળ્યો હતો. મંગળવારે તરણ સ્પર્ધાની બે હરિફાઇમાં તેણે 70 મિનિટના અંતરમાં બે સુવર્ણ પદક જીત્યા હતા. સૌથી પહેલા તેમણે 200 મીટર બટરફ્લાઇના ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો અને તે પછી 70 મિનિટમાં જ 200 મીટરની ફ્રી રિલેમાં પણ તેમણે ગોલ્ડ મેડલ જીત્યો.

જે મુજબ અત્યાર સુધીમાં ફેલપ્સે 21 ઓલ્મપિક ગોલ્ડ મેડલ જીત્યા છે. જે પોતાની રીતે એક મોટો રેકોર્ડ છે અને આજ દિવસ સુધી અન્ય કોઇ સ્પર્ધક પાસે આવો અનોખો રેકોર્ડ નથી.

michael phelps

31 વર્ષીય માઇકલ ફેલપ્સ 1.53.36 મિનિટમાં 200 મીટર તરીને આ ગોલ્ડ મેડેલ જીત્યો છે. તો જાપાનના માસોતો સાકાઇને સીલ્વર મેડલ અને હંગેરીના ટામસ કેન્ડેરેસીને આ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X