• search

ભારત સામે સ્પિન બોલિંગઃ કેર્રિગનને લઇને પૂર્વ ઇંગ્લિશ સુકાની ચિંતિત

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઇ રહી છે. જેની પહેલી ટેસ્ટ નોટિંગહામ ખાતે રમાઇ હતી. જે ડ્રોમાં પરિણમી હતી, જ્યારે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ લોર્ડ્સ ખાતે રમાનારી છે. ભારત સામેની બીજી ટેસ્ટ પૂર્વે ઇંગ્લેન્ડના સ્પિનર સિમોન કેર્રિગને એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, તે ભારત સામે બોલિંગ કરવા માગે છે, કારણ કે જો ભારત સામે તે સારી બોલિંગ કરી શક્યો તો તે અન્ય કોઇપણ દેશ સામે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશે. જોકે, કેર્રિગનની આ ઇચ્છાથી ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની માઇકલ વોગનના મનમાં ભયની લાગણી જન્મી છે.

  આ પણ વાંચોઃ-
  ભારત સામે શ્રેષ્ઠ બોલિંગ કરવા માગે છે આ ઇંગ્લિશ સ્પિનર
  આ પણ વાંચોઃ- ટેસ્ટ રેન્કિંગઃ કોહલી ટોપ ટેનમાંથી ફેંકાયો, ભુવનેશ્વરે માર્યો કૂદકો
  આ પણ વાંચોઃ- 'કોહલીને સોંપો સુકાન, ધોની નથી સારો ટેસ્ટ સુકાની'

  તેમણે એ વાતનો ભય વ્યક્ત કર્યો છેકે જો સિમોન કેર્રિગન ભારત સામે એક સ્પિનર તરીકે નિષ્ફળ રહ્યો તો પછી તે ક્યારેય પણ ઇંગ્લેન્ડ માટે રમી નહીં શકે. નોંધનીય છેકે, કેર્રિગને ગયા વર્ષે એશિઝ શ્રેણી દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં પર્દાર્પણ કર્યું હતું, જોકે તે દરમિયાન નબળું પ્રદર્શન કરતા તેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો.

  જોકે, એક વર્ષના અંતરાલ બાદ ટીમના કોટ પીટર મૂરેએ તેને ભારત સામેની બીજી ટેસ્ટ માટે ફરીથી બોલાવ્યો છે. કારણ કે લોર્ડ્સના મેદાનમાં ગ્રીમ સ્વાનના બદલામાં કિર્રિગનના રૂપમાં એક સફળ સ્પિનરને શોધી રહ્યાં છે. જોકે ઇંગ્લેન્ડના પૂર્વ સુકાનીએ કિર્રિગનને પંસદ કરવાના નિર્ણય સામે પ્રશ્નાર્થ ઉભો કર્યો છે, તેમનું માનવું છેકે, લોર્ડ્સ ટેસ્ટ ઉગતા સ્પિનર્સને સફળ અથવા નિષ્ફળ બનાવી શકે છે.

  શું કહે છે ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની

  શું કહે છે ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની

  ઇંગ્લેન્ડના પૂર્વ સુકાનીએ જણાવ્યું છેકે, સિમોન કેર્રિગન માટે મને ભયની લાગણી છે. ઇંગ્લેન્ડ તેને ઘણું જલદી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પરત બોલાવી રહ્યું છે. જો બીજી વખત પણ તે નિષ્ફળ નિવડ્યો તો તે ક્યારેય ફરીથી પુનરાગ્મન નહીં કરી શકે. જે પ્રકારે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન શેન વોટ્સન સામે તેની સ્થિતિ હતી તેવી જ સ્થિતિ જો ભારત સામે નિર્માણ પામી તો તે લાંબા સમય સુધી ઇંગ્લેન્ડ ટીમની બહાર રહેશે.

  શા માટે તેને પરત બોલાવાયો?

  શા માટે તેને પરત બોલાવાયો?

  વોગને પ્રશ્નાર્થ કર્યો છેકે, લેંકશાયર માટે તેણે આ સીઝનમાં કોઇ ખાસ કમાલ દર્શાવી નથી. ત્યારે તેને શા માટે આટલી ઝડપથી પરત બોલાવવામાં આવ્યો છે. લોર્ડ્સના મેદાનમાં ભારતીય ક્રિકેટ ટીમ સામે તેને બોલિંગ કરવા માટે ઉતરવામાં આવનાર છે, પરંતુ જ્યારે તમે જાણો છોકે ભારતીય બેટિંગ લાઇન એવી છેકે જે આંખો બંધ કરીને પણ સ્પિન બોલિંગ રમી શકે છે, ત્યારે તેને આ રીતે ઉતરાવો એ અયોગ્ય છે.

  ભારત સામે બોલિંગ અંગે શું કહ્યું હતું કેર્રિગને?

  ભારત સામે બોલિંગ અંગે શું કહ્યું હતું કેર્રિગને?

  ઇંગ્લેન્ડનાં સ્પિન બોલર સિમોન કેર્રિગનનું કહેવું છેકે, જો ભારતીય ક્રિકેટ ટીમ સામે તેને સારો દેખાવ કરવામાં સફળતા મળી તો તે અન્ય દેશો સામે પણ સારું પ્રદર્શન કરી શકશે અને તેના આત્મવિશ્વાસમાં વધારો થશે. 17 જુલાઇથી લોર્ડ્સ ખાતે શરૂ થઇ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પૂર્વે તેણે કહ્યું કે, જો તમે ભારતીય બેટ્સમેન સામે સારી બોલિંગ કરી શકો તો અન્ય કોઇપણ ખેલાડી સામે તમે સારું પ્રદર્શન કરશો.

  ઓસ્ટ્રેલિયા સામે પ્રદર્શન

  ઓસ્ટ્રેલિયા સામે પ્રદર્શન

  25 વર્ષિય કેર્રિગને ટેસ્ટ ક્રિકેટમાં પર્દાર્પણ ગયા વર્ષે ઓવેલ ખાતે રમાયેલી એશિઝ શ્રેણી દરમિયાન કર્યું હતું. જોકે આ અંતિમ મેચ ડ્રોમાં પરિણમી હતી અને ઇંગ્લેન્ડનો 3-0થી શ્રેણી વિજય થયો હતો. ઓસ્ટ્રેલિયામાં પહેલી ઇનિંગમાં 53 રન આપીને તેણે એકપણ વિકેટ લીધી નહોતી જેના કારણે સુકાની એસિલ્ટર કૂકે તેને બીજી ઇનિંગમાં બોલિંગ આપી નહોતી.

  English summary
  I fear for Simon Kerrigan. England have thrown him back into international cricket far too soon, Michael Vaughan said

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more