મોહાલી ટેસ્ટ: બેવડી સદીથી ચૂક્યો શિખર, ભારત 499 પર સમેટાયું

પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકાર્યા બાદ બેવડી સદી બનાવવાનો તરફ આગળ વધી રહેલો શિખર ચોથા દિવસની રમતમાં માત્ર 2 બનાવી શક્યો અને તે લીઓનની ઓવરમાં કોવનના હાથે કેચ થઇ ગયો. આ સાથે શિખરે શાનદાર 187 રન બનાવી શક્યો. ભારતે ચોથા દિવસની રમતમાં બધી વિકેટ ગુમાવીને 499 રન બનાવી 91 રની લીડ મેળવી છે.
મુરલી વિજય પાસે પણ બેવડી સદીની આશા હતી જોકે તે પણ 153 રન બનાવી આઉટ થઇ ગયો. શીખર ધવન બાદ ચેતેશ્વર પુજારા માત્ર 1 રન બનાવી, તેંડુલકર 37 રન, મુરલી વિજય 153 રન, કપ્તાન મહેન્દ્રસિંહ ધોની માત્ર 4 રન બનાવી પેવેલિયનભેગા થઇ ગયા હતા.
ત્રીજો દિવસ:
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મોહાલી ખાતે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે કાંગારુ ટીમ લંચ બ્રેક પહેલા જ ઓલઆઉટ થઇ ગયું હતું. કાંગારુ ટીમે ત્રીજા દિવસે અને પોતાના પહેલા દાવના અંતે 408 રન બનાવી લીધા છે. આ સ્કોરને ચેઝ કરવા માટે ભારતીય ટીમ મેદાને ઉતરી હતી જેમાં ભારત તરફથી ઓપનીંગ કરવા માટે શીખર ધવન અને મુરલી વિજય આવ્યા હતા. જેમાં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રી ટેસ્ટ મેચ રમી રહેલા શિખર ધવને પોતાની શાનદાર બેટિંગ થકી 185 રન બનાવી લઇ મેચમાં અણનમ છે, તેની સાથે મુરલી વિજય પણ 83 રન પર અણનમ છે.
શીખર ધવને માત્ર 85 બોલમાં સદી નોંધાવી દીધી હતી. શિખર ધવને સૌથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી બનાવવાનો વિક્રમ પણ બનાવી લીધો છે. એકપણ વિકેટ ગુમાવ્યા વગર ભારતે શાનદાર 283 રન બનાવી લીધા છે.
આ પહેલા ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટ્રેક 99, સ્મિથ 92, અને કાવને શાનદાર 86 રન નોંધાવ્યા હતા. જ્યારે ભારત તરફથી ઇશાંત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ ઝડપી હતી, જ્યારે અશ્વિન અને ઓઝાએ 2-2 વિકેટ ઝડપવામાં સફળ રહ્યા હતા.
બીજો દિવસ:
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કાંગારુ ટીમને જાડેજાએ શરૂઆતી બે ઝટકા આપ્યા હતા. 139ના સ્કોર પર ઓસ્ટ્રેલિયાને રવિન્દ્રસિંહ જાડેજાએ પ્રથમ ઝટકો આપ્યો. જાડેજાએ વોર્નરને 71 રન પર ધોનીના હાથે કેચ કરાવી દીધો. ત્યારબાદ જાડેજાએ જ માઇકલ ક્લાર્કને શૂન્ય રને આઉટ કર્યો, ધોનીએ તેને સ્ટમ્પિંગ કરી પેવેલિયનભેગો કરી દીધો.
ત્યારબાદ કાંગારૂ ટીમને ત્રીજો ઝટકો ફિલીપ્સ હગ્સના રૂપે લાગ્યો. પ્રજ્ઞાન ઓઝાની ઓવરમાં ધોનીએ કેચ પકડી ફિલીપ્સને પેવેલિયનભેગો કરી દીધો હતો. હાલમાં ઓસ્ટ્રેલિયા 3 વિકેટના નુકસાને 175 રન પર રમી રહ્યું છે.
ભારતની સામે ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં આજે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ઓસ્ટ્રેલિયા તરફથી કોવન અને વોર્નર ઓપનિંગ કરવા મેદાનમાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ લંચબ્રેક સુધી એક પણ વિકેટ ગુમાવ્યા વગર 109 રન બનાવી લીધા હતા.
આ પહેલા ગઇકાલે ત્રીજી ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદને ભેંટ ચડી ગયા હતો, જોકે ઓસ્ટ્રેલિયા માટે પોતાના ચાર ખેલાડીઓની ગેરહાજરીમાં ચાર દિવસની રમત થોડી ફાયદાકારક રહેશે એવું વિશ્લેષકોનું માનવું છે.
ઓસ્ટ્રેલિયાની ટીમમાં બ્રાડ હાડિન, મિશેલ સ્ટાર્ક, સ્ટીવન સ્મિથ અને નાથન લિયોનને ઘાયલ મેથ્યુ વેડ, બહાર કરાયેલા જેમ્સ પેન્ટિસન, શેન વોટસન અને ગ્લેન મેક્સવેલના બદલે ટીમમાં સામેલકરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતીય ટીમમાં વિરેન્દ્ર સહેવાગ અને હરભજનસિંહના સ્થાને શિખર ધવન અને પ્રજ્ઞાન ઓઝાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
