For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોરક્કોએ રોનાલ્ડોના વર્લ્ડ કપનું સપનું તોડ્યું, સેમીફાઈનલમાં પહોંચનાર પહેલી ટીમ બની

ફુટબોલ વર્લ્ડ કપમાં ઘણા અપસેટ સર્જાયા, જેમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ફીફા વર્લ્ડ કપ 2022માં જે ત્રણ સુપરસ્ટાર્સ પર નજર હતી તેમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોનલ મેસી અને નેરામનું નામ આવતું હતું. નેમાર બ્રાઝીલની હાર બાદ ખરાબ રીતે ટૂટી ચૂક્યા છે. ક્રોએશિયા સામે ક્વાર્ટર ફાઈનલમાં બહાર થવું તેમના માટે માનસિક આઘાત જેવું છે. જે બાદ પોર્ટુગલ બહાર થયા બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની આંખોમાં પણ આંસૂ આવી ગયાં કેમ કે પોતાના પાંચમા વિશ્વકપમાં મોટી ટ્રોફી જીતવાના તેમનું સપનું ચકનાચૂર થઈ ગયું. હવે માત્ર મેસી બચ્યા છે અને જેવી રીતે કતારમાં સ્ટાર્સનો ટૂટવાનો સિલસિલો જામ્યો છે તે હિસાબે અર્જેન્ટીનાએ સેમીફાઈનલમાં ક્રોએશિયા સામે વધુ સતર્ક રહેવું પડશે.

Ronaldo

રોનાલ્ડોનું દુખ એટલે વધુ વડું છે કેમ કે પોર્ટુગલને હરાવનાર ટીમ મોરક્કો ફુટબોલમાં સુપરપાવર પણ નથી અને તે ક્યારેય સેમીફાઈનલ સુધી પહોંચી પણ નથી. એટલું જ નહીં, આફ્રીકાથી પહેલીવાર કોઈ દેશ અંતિમ ચારમાં પહોંચી શક્યો છે. પોર્ટુગલે આ મેચ જીતવી જોઈતી હતી પરંતુ એવું ના થઈ શક્યું અને રોનાલ્ડોએ માયુસી સાથે મેદાન છોડી દીધું. તેઓ અંતિમ સીટી વાગ્યા બાદ આંખોમાંથી અશ્રુ વહાવતા ટનલથી નીચે ઉતરી ગયા. પાંચ વખતના વર્લ્ડ પ્લેયર ઑફ ધી યર વિશ્વ કપ પર કબ્જો કર્યા વિના અથવા તો ક્યારેય ફાઈનલમાં પહોંચ્યા વિના પોતાના કરિયરને ખતમ કરવા માટે તૈયાર છે.

રોનાલ્ડોનું સપનું ટૂટ્યું

બ્રેકની છ મિનિટ બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બેંચથી બહાર આવી ગયા, પરંતુ પોતાની ટીમને હારથી બચાવવા મદદ કરવામાં નિષ્ફળ રહ્યા. 51મી મિનિટ પર પુરા જોશ સાથે રોનાલ્ડોનું આગમન થયું અને પોર્ટુગલની ટીમમાં નવી ઉર્જાનો સંચાર કરવાની કોશિશ કરી, જેને પગલે સ્વિત્ઝરલેન્ડ પર મોટી જીતમાં હેટ્રિક હીરો ગોંકાલો રામોસ એક 58મી મિનિટમાં એક નજીકી હેડરમાં ચૂકી ગયા. પાંચ મિનિટ બા, બ્રૂનો ફર્નાંડીસે ક્રોસબારના ટૉપ પર હિટ કર્યું. હવે ફાઈનલમાં જગ્યા બનાવવા માટે મોરક્કોનો મુકાબલો ફ્રાંસ સાથે થશે.

એવું નથી કે રોનાલ્ડો પાસે મોકા નહોતા. તેમની પાસે બૉક્સની આઉટસાઈડ અમુક મોકા હતા પરંતુ તેઓ પોતાના શોટમાં સંપૂર્ણ કંટ્રોલ સાથે ના દેખાયા અથવા તો જે શોટ લાગ્યા તે સીધા ગોલકીપર પાસે ગયા. એવી રીતે અલ થુમામા સ્ટેડિયમમાં રમતાં માત્ર 10 ખેલાડીઓ વાળી મોરક્કોએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના સપનાને ચકનાચૂર કરી દીધું. મોરક્કો માટે આ વિશેષ જીત હતી. તેમણે આખા ટૂર્નામેન્ટ દરમિયાન માત્ર એક ગોલ ગુમાવ્યો હતો, જે કેનેડા સામે ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં ખુદનો જ કરેલો ગોલ હતો.

English summary
Morocco shatter Ronaldo's World Cup dream, become first team to reach semi-finals
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X