For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિકેટમાં આ જુગલ જોડીઓથી થરથર કાંપતા વિરોધીઓ

|
Google Oneindia Gujarati News

વિશ્વ ક્રિકેટમાં આપણે અનેક પ્રકારના રેકોર્ડ જયા હશે, જેમાના મોટાભાગના રેકોર્ડ ટીમ ઇન્ડિયાના નામે છે, પછી તે સૌથી વધુ વ્યક્તિગત રનનો રેકોર્ડ હોય, સૌથી વધુ વ્યક્તિગત સદીનો રેકોર્ડ હોય કે પછી અન્યો તમામ રેકોર્ડમાં ભારતે પોતાની હાજરી નોંધાવેલી છે. જો કે, રેકોર્ડની વચ્ચે એક એવી સિદ્ધિ પણ વિશ્વ ક્રિકેટમાં નોંધાઇ છે, જેના પર ભાગ્યેજ કોઇની નજર ગઇ હશે. આ છે મેદાન વચ્ચેની જુગલબંધી.

જીહા, સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની જુગલબંધી અંગે વિશ્વ ભરને જાણ છે. સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરની વિશ્વની શાનદાર ઓપનિંગ જોડી તરીકે જોવામાં આવે છે. તેમણે ભારતને અનેકવાર શાનદાર શરૂઆત આપીને ભારતને અનેક મેચોમાં વિજેતા બનાવ્યું છે. આવી જ ઘણી જોડીઓ વિશ્વ ક્રિકેટમાં બનેલી છે કે જેમણે વિરોધી ટીમને માત આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તો ચાલો તસવીરો થકી જોઇએ આ યાદીમાં કઇ કઇ જોડી છે.

હેર્બર્ટ સુત્ક્લિફ અને સર જેક્સ હોબ્સ

હેર્બર્ટ સુત્ક્લિફ અને સર જેક્સ હોબ્સ

આ બન્નેની જોડીને ઇંગ્લેન્ડની શાનદાર ઓપનિંગ જોડી તરીકે સંબોધવામાં આવે છે. 1924થી 1930 સુધીની છ વર્ષના સમયગાળામાં આ બન્નેએ 3249 રન બનાવ્યા હતા. જેમાં તેમની એવરેજ 87.81 રનની હતી અને તેમણે 38 મેચમાંથી 15 જેટલી શતકીય ભાગીદારી નોંધીવી હતી.

વકાર યુનિસ અને વસિમ અકરમ

વકાર યુનિસ અને વસિમ અકરમ

પાકિસ્તાનની આ જોડીને પણ વિશ્વની સૌથી ખતરનાક જોડી તરીકે ગણાવવામાં આવે છે. બન્ને ખેલાડીની જોડીએ દેશ માટે 476 વિકેટ લીધી છે અને આ બન્નેની શ્રેષ્ઠ બોલિંગ ભાગીદારીમાં 300 વિકેટ છે, એટલે કે દર 22.12 રન પર એક વિકેટ. આ બન્ને ખેલાડીઓના કારણે 1990 અને 2000માં પાકિસ્તાનની બોલિંગ સાઇડ વિશ્વની સૌથી ઘાતક બોલિંગ સાઇડ ગણાતી હતી.

સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી

સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી

આ બન્ને ખેલાડીએ ભારતીય ક્રિકેટનો નક્શો બદલી નાંખ્યો છે. આ બન્નેની ઓપનિંગ જોડી હજુ સુધી ક્રિકેટ વિશ્વમાં જોવા મળી નથી. વનડેમાં આ બન્ને ખેલાડીઓની જોડીએ 8227 રન નોંધાવ્યા છે. તેમાથી 6609 રન બન્નેએ ઓપનિંગમાં બનાવ્યા છે, જે એક રેકોર્ડ છે અને એ હજુ પણ તેમના નામે બોલે છે. બીજો એક રેકોર્ડ પણ તેમના નામે બોલે છે, તે સૌથી વધુ શતકીય ભાગીદારીનો છે, તેમણે 26 શતકીય ભાગીદારી નોંધાવી છે.

ગ્લેન મેગ્રા અને શેન વોર્ન

ગ્લેન મેગ્રા અને શેન વોર્ન

ઓસ્ટ્રેલિયાની ખતરનાક બોલિંગ લાઇનથી તો તમે માહેર હશો, આજે ભલે ઓસ્ટ્રેલિયાની ટીમ સંઘર્ષમય પરિસ્થિતિમાં જોવા મળતી હોય પરંતુ વર્ષો પહેલા એટલે કે 1993થી 2007 સુધી ક્રિકેટ વિશ્વ પર ઓસ્ટ્રેલિયાનો દબદબો હતો. અને તેની પાછળનું કારણ તેની ખતરનાક બેટિંગની સાથોસાથ વેધક બોલિંગ પણ હતી. તેમાં પણ ખાસ કરીને ગ્લેન મેગ્રા અને શેનવોર્નની જોડી, આ બન્ને ખેલાડીની જોડીએ ઓસ્ટ્રેલિયામાં 1993થી 2007 સુધીમાં 1000 કરતા વધુ વિકેટ મેળવી હતી.

English summary
most memorable pairs in the history of cricket
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X