વિશ્વકપ પહેલા સાક્ષીની ધોનીને ભેંટ, બનાવ્યા દીકરીના પિતા

ગુડગાવ, 6 ફેબ્રુઆરી: ક્રિકેટના મહાકુંભ વિશ્વકપ પહેલા સાક્ષીએ મહેન્દ્ર સિંહ ધોનીને જિંદગીની સૌથી મોટી ગિફ્ટ આપી દીધી છે. સાક્ષીએ આજે ધોનીને એક દીકરીના પિતા બનાવી દીધા. સાક્ષી ધોનીએ અત્રેની એક ખાનગી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો. આ 33 વર્ષીય ક્રિકેટરની આ પહેલી સંતાન છે. તેમની દીકરીનો અહીંની ફોર્ટિસ હોસ્પિટલમાં જન્મ થયો છે. ડોક્ટરો અનુસાર બાળકનું વજન 3.7 કિગ્રા છે.

dhoni
ધોની હજી ઓસ્ટ્રેલિયામાં વિશ્વ કપની તૈયારીઓમાં લાગેલા છે જ્યાં ટીમ ખિતાબ બચાવવા માટે મેદાનમાં ઉતરશે. સાક્ષી વિદેશ પ્રહારો પર પોતાના પતિની સાથે હંમેશા જતી રહી છે. પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તે ધોનીની સાથે ન્હોતી ગઇ, માટે મીડિયા જગતમાં એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે સાક્ષી ચોક્કસ ગર્ભવતી છે. ધોની ચાર જુલાઇ 2010ના રોજ પોતાની બાળપણની મિત્ર સાક્ષી સિંહ રાવત સાથે પરિણય સૂત્રમાં બંધાયા હતા.

sakshi
ક્રિકેટના મહાકુંભ વિશ્વકપના આરંભ થવામાં માત્ર થોડાક જ દિવસો બાકી રહ્યા છે અને ટીમ ઇન્ડિયાના કપ્તાનના ઘરે લક્ષ્મીના પગલા થવા ક્યાંકને ક્યાંક ભારતીય ટીમ માટે શુભ સંકેત સાબિત થઇ શકે છે. ટીમ ઇન્ડિયાને આ વિશ્વકપમાં પણ પ્રમુખ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જોકે ધોની પોતાની દિકરીના જન્મના સમયે સાક્ષીની સાથે નથી કારણ કે તે હજી વિશ્વકપ માટે ઓસ્ટ્રેલિયાઇ પ્રવાસ પર છે.

જાણો કોણે કોણે પાઠવી ધોની અને સાક્ષીને શુભેચ્છા....

સુરેશ રૈનાએ પાઠવી શુભેચ્છા

ભારતીય ક્રિકેટ ટીમે પાઠવી ધોની દંપતિને શુભેચ્છા...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X