વિદેશી જમીન પર સૌથી અસફળ ભારતીય સુકાની ધોની

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરીઃ ભારતના સૌથી સફળ સુકાનીમા સામેલ મહેન્દ્ર સિંહ ધની રવિવારે ન્યુઝીલેન્ડ સામે પહેલી ટેસ્ટ મેચમાં 40 રનથી મળેલા પરાજય બાદ ટેસ્ટ ક્રિકેટમાં વિદેશોમાં સૌથી અસફળ ભારતીય સુકાની બની ગયા છે. ધોનીના નેતૃત્વમાં ભારતની વિદેશી ધરતી પર આ 11મી હાર છે, જે નવો ભારતીય રેકોર્ડ છે. તેમના પહેલા મંસૂર અલી ખાન પટૌડી, મોહમ્મદ અઝહરુદ્દિન અને સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં ભારતે વિદેશમાં 10 ટેસ્ટ મેચ ગુમાવી હતી.

dhoni
વિદેશોમાં સર્વાધિક ટેસ્ટ મેચ ગુમાવનરા સુકાનીઓની યાદીમાં ત્યારબાદ બિશન સિંહ બેદી(8 ટેસ્ટ), સુનીલ ગાવસ્કર અને સચિન તેંડુલકર(6-6), લાલા અમરનાથ, વિજય હજારે, દત્તૂ ગાયકવાડ, રાહુલ દ્રવિડ અને અનિલ કુંબલે(4-4) ટેસ્ટનો નંબર આવે છે, એટલું જ નહીં હાર સાથે ભારતે વિદેશોમાં મળેલી હારની સદી પણ પૂર્ણ કરી લીધી છે.

સુકાની તરીકે વિદેશી ધરતીમાં સર્વાદિક મેચ ગુમાવનારાઓનો વિશ્વ રેકોર્ડ ન્યુઝીલેન્ડના સ્ટીફન ફ્લેમિંગ અને વેસ્ટ ઇન્ડિઝના બ્રાયન લારાના નામે છે. બન્નેના નેતૃત્વમાં તેમની ટીમોએ વિદેશોમાં 16 વાર હારનો સામનો કરવો પડ્યો છે. ઓકલેન્ડમાં ભારતને વિદેશી ધરતી પર 100મો પરાજય મળ્યો અને ટીમ ઇન્ડિયા વિદેશી ધરતી પર 100થી વધુ ટેસ્ટ હારનારી ચોથી ટીમ બની ગઇ. આ પહલેા ઇંગ્લેન્ડ(161), વેસ્ટ ઇન્ડિઝ(112) અને ઓસ્ટ્રેલિયા(106) આ યાદીમાં સામેલ છે. આ ભારતના 477મી ટેસ્ટમાં કુલ 151મી હાર છે.

ઇંગ્લેન્ડના 2011ના પ્રવાસ દરમિયાન ભારતે ધોનીના નેતૃત્વમાં તમામ ચારે મેચોમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો, બાદમાં ઓસ્ટ્રેલિયામાં પણ ભારતે ચાર મેચો ગુમાવી, જેમાં એડિલેડમાં ચોથી ટેસ્ટ મેચમાં ધોની રમ્યો નહોતો અને તેના સ્થાને વિરેન્દ્ર સેહવાગે ટીમનું નેતૃત્વ કર્યું હતું. ધોનીના નેતૃત્વમાં ભારતે તાજેતરમાં દક્ષિણ આફ્રિકામા ડરબનમાં રમાયેલી ટેસ્ટ મેચને 10 વિકેટથી ગુમાવી દીધી હતી. જ્યારે ન્યુઝીલેન્ડમાં પણ તેણે પહેલી ટેસ્ટ મેચમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X