ક્રિકેટ છોડી ધોનીએ ગોલ્ફ પર અજમાવ્યો હાથ, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે રમી મેચ
પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અમેરિકાના પ્રવાસે ગયા છે, જ્યાં તેઓ યૂએસ ઓપનના પુરુષ સિંગલ્સના ક્વાર્ટરનો મુકાબલો જોવા પહોંચ્યા છે. ગુરુવારે ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પહર વાયરલ થયો હતો, જેમા એમએલ ધોની અલ્કારેજ અને જ્વેરેવ વચ્ચે રમાયેલ મેચનો આનંદ માણતા જોવા મળી રહ્યા હતા. ધોનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આગ લગાવી જ રહ્યો હતો ત્યાં બીજો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ધોની અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગોલ્ફ રમતા જોવા મળી રહ્યા છે.

જાણકારી મુજબ એમએસ ધોની અને ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ ગોલ્ફ ક્લબ બેડમિંસ્ટરમાં ગોલ્ફની એક મેચ રમી. હિતેશ સાંઘવીના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી ધોનીની એક ફોટો પોસ્ટ કરવામાં આવી છે જેમાં લખ્યું છે, "ધોની, ટ્રંપ અને રાજીવ સાથે ગોલ્ફ.. અમારી મેજબાની માટે ધન્યવાદ પૂર્વ પ્રેસિડેન્ટ" આ ફોટા ઉપરાંત ધોનીનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ધોની ગોલ્ફનો એક શૉટ મારતા જોવા મળી રહ્યા છે.
જણાવી દઈએ કે એમએસ ધોની હાલ ક્રિકેટથી બ્રેક લઈ ચૂક્યા છે. તેમની કપ્તાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલમાં 16મી એડિશનની ટ્રોફી પોતાના નામે કરી હતી. સીએસકે પાંચમી વાર આઈપીએલ ચેમ્પિયન બન્યું. ધોનીએ આ આખી સિઝન ઈજા સાથે રમી હતી. આઈપીએલ પૂર્ણ થયા બાદ ધોનીએ મુંબઈના એક હોસ્પિટલમાં પોતાનો ઈલાજ કરાવ્યો. એ વાતની સંભાવના પણ ઘણી વધુ છે કે ધોની આઈપીએલની આગામી સિઝન પણ રમતા જોવા મળશે.
#MSDhoni playing golf with former US President #DonaldTrump#DonaldTrump #MSDhoni #JawanBoxOffice #G20Bharat #G20India2023 #G20SummitDelhi #AmulBeMoreMilk #Messi #Argentina #Bageshwar #NupurSharma #AshaBhosle #bypolls #Byelection #ManmohanSingh #SlowDancing #PowerOfMeditation pic.twitter.com/6Y47ayujdF
— United Liberal Foundation (@united_liberal) September 8, 2023












Click it and Unblock the Notifications
