સ્પૉટ ફિક્સિંગ અંગે પૂછવામાં આવતાં ધોનીએ પાળ્યું મૌન
મુંબઇ, 29 મે: ઇન્ડિયન પ્રીમિયર લીગ ફાઇનલ પહેલાં અને પછી મીડિયાનો સામનો કરવાથી બચનાર ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મંગળવારે સ્પૉટ ફિક્સિંગ મુદ્દે મૌન પાળી રાખ્યું હતું. આ પ્રકરણમાં સુપરકિંગ્સના પ્રિંસિપલ ગુરૂનાથ મયપ્પનની ધરપકડ કરવામાં આવી છે.
બીસીસીઆઇએ પત્રકાર પરિષદમાં ભાગ લેતાં પહેલાં પત્રકારો માટે ફરમાન જાહેર કર્યું હતું કે સ્પૉટ ફિક્સિંગ મુદ્દે કોઇ પ્રશ્ન પૂછવામાં નહી આવે. આ પ્રકરણમાં પહેલાંથી જ મયપ્પન ઉપરાંત અન્ય ત્રણ ક્રિકેટરોની ધરપકડ કરવામાં આવી છે જેમાં ભારતના આંતરરાષ્ટ્રીય ખેલાડી એસ શ્રીસંત પણ સામેલ છે.
મહેન્દ્ર સિંહ ધોનીને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે ટીમના કેપ્ટન હોવાના નાતે તેમને પ્રતિક્રિયા કેમ ન આપી તો મીડિયા મેનેજર ડૉ. આર એન બાબાએ પત્રકારને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને વધુ પ્રશ્ન પૂછવાથી અટકાવી દિધા હતા અને ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલા પ્રશ્નો પૂછવાનું કહેવામાં આવ્યું હતું. ટીમ આજે રાત્રે ઇગ્લેંડ માટે રવાના થઇ રહી છે.

ડૉ. બાબા તમિલનાડુ ક્રિકેટ સંઘના અધિકારી છે અને શ્રીનિવાસના અંગત લોકોમાંના એક છે. ગત સત્રમાં પણ તેમને મોટાભાગનો સમય મીડિયા મેનેજરની ભૂમિકામાં વિતાવ્યો હતો. તેમનો પુત્ર અપરાજિત ભારતીય અંડર-19 ક્રિકેટર છે.
મહેન્દ્ર સિંહ ધોનીને એક અન્ય પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તેમના અને ટીમ માટે ક્રિકેટ પ્રેમીઓનો વિશ્વાસ બનાવી રાખવો કેટલો મુશ્કેલ હશે કે ચેમ્પિયંસ ટ્રોફી દરમિયાન બધુ યોગ્ય થઇ રહ્યું છે તો ભારતીય કેપ્ટન થોડા અટક્યા બાદ હળવું હાસ્ય વેર્યું હતું.
ત્યારબાદ ડૉ. બાબાએ ફરીથી મહેન્દ્ર સિંહ ધોનીને મુશ્કેલીમાંથી નિકાળતાં પત્રકારોને આગળ પ્રશ્ન પૂછવા દિધા ન હતા. જ્યાં સુધી ક્રિકેટ સાથે જોડાયેલા પ્રશ્નો પૂછવામાં આવ્યાં તો કેપ્ટને નિયમિત જવાબ આપ્યા.
મહેન્દ્ર સિંહ ધોની કહ્યું હતું કે બોલીંગ લાઇનમાં તેમની પાસે સારું મિશ્રણ છે જે ઇગ્લેંડ ચેમ્પિયંસ ટ્રોફીમાં ફાસ્ટ બોલરની અનૂકૂળ પરિસ્થિતેઓનો લાભ ઉઠાવી શકે છે. ભુનેશ્વર કુમારે દેશની તરફ રમવા માટે જે પણ તક આપવામાં આવી છે તેમાં પ્રભાવિત કર્યું છે. ઉમેશ યાદવ સંપૂર્ણ રીતે ફીટ છે. અને ઇશાંત શર્માએ આઇપીએલમાં સારું પ્રદર્શન કર્યું છે. ઇગ્લેંડમાં આ ત્રણેય ખેલાડીઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે.
ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ અત્યાર સુધી ફિજિયોના રિપોર્ટ અનુસાર કોઇ ખેલાડી ઇજાગ્રસ્ત નથી જે સારા સંકેત છે. ભારતને ચેમ્પિયંસ ટ્રોફીમાં પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઇન્ડિઝ સાથે ગ્રુપમાં રાખવામાં આવ્યું છે.
15 જૂનના રોજ પાકિસ્તાન સામે રમાવનારી મેચ પર બધાની નજરો મંડાયેલી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે બંને ટીમોમાં સંતુલન છે. સઇદ અજમલ રહસ્યમયી બોલર છે અને અમે તેની નજર રાખીશું.












Click it and Unblock the Notifications
