ખેલ સંઘે સચિન-કાંબલીના રેકોર્ડને સળગાવી નાંખ્યો

એમએસએસએના એક અધિકારીએ જણાવ્યા પ્રમાણે, આ સ્કોરશીટ ખેલના અન્ય રેકોર્ડની સાથે રાખવામાં આવી હતી. અમે વધુ રેકોર્ડ સ્ટોર કરી શકીએ તેમ નથી, તેથી તેની સાથે આ સ્કોરશીટને પણ સળગાવી દેવામાં આવી. અમે 20 વર્ષ જૂની ફાઇલ્સને સ્ટોર કરી શકીએ તેમ નથી. સાથે જ આ સ્કોરશીટ કોઇ અન્ય સ્કોરશીટ જેવી જ હતી.
નોંધનીય છે કે, 1988માં મુંબઇના ગાઇલ્સ શીલ્ડ ટૂર્નામેન્ટમાં તેંડુલકર અને કાંબલીએ આ રેકોર્ડ બનાવ્યો હતો. જેમાં સચિને અણનમ 329 અને કાંબલીએ અણનમ 349 રન બનાવ્યા હતા. આ રેકોર્ડની ખાસ વાત એ છે કે સચિન અને કાંબલીને આ રેકોર્ડ બનાવવામાં ત્રણ દિવસ લાગ્યા હતા.
664 રનનો સ્કોર વર્લ્ડ રેકોર્ડ હતો, જો કે, બાદમાં આ રેકોર્ડ તૂટી ગયો હતો. આ રેકોર્ડને મનોજ અને મોહમ્મદ શહનબાઝ તુંબીની જોડીએ તોડ્યો હતો. 2006-07માં સેન્ટ પીટર્સ હાઇ સ્કૂલ તરફથી રમતા આ જોડીએ 721 રન બનાવ્યા હતા.












Click it and Unblock the Notifications
