For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MUM vs PUN : મયંક અગ્રવાલની ધમાકેદાર ઈનિંગ્સ, T20 ક્રિકેટમાં બનાવ્યો આ ખાસ રેકોર્ડ!

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની 23મી મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન મયંક અગ્રવાલે બેટથી વિસ્ફોટક ઈનિંગ રમી હતી. મયંકે 32 બોલમાં 52 રનની ઇનિંગ રમી, જેમાં 6 ફોર અને 2 સિક્સ સામેલ હતી.

By Desks
|
Google Oneindia Gujarati News

પુણે : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની 23મી મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન મયંક અગ્રવાલે બેટથી વિસ્ફોટક ઈનિંગ રમી હતી. મયંકે 32 બોલમાં 52 રનની ઇનિંગ રમી, જેમાં 6 ફોર અને 2 સિક્સ સામેલ હતી. આ સાથે તેણે T20 ક્રિકેટમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. મયંકે 41 વર્ષની ઉંમરે પહોંચતા જ ઈતિહાસ રચી દીધો.

MUM vs PUN

મયંક અગ્રવાલના T20માં 4 હજાર રન પૂરા થયા છે. મયંકે 169 મેચની 164 ઇનિંગ્સમાં 4011 રન પૂરા કર્યા છે, જેમાં 2 સદી અને 25 અડધી સદી સામેલ છે. ભારત માટે T20માં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે, જેણે 10 હજારથી વધુ રન બનાવ્યા છે. આ પછી રોહિત શર્મા બીજા નંબર પર છે.

આ સાથે તેણે IPL 2022 માં મુંબઈ ઈન્ડિયન્સ સામે કેપ્ટન તરીકે તેની પ્રથમ અડધી સદી પૂરી કરી. મયંક આવતાની સાથે જ શોટ રમવા લાગ્યો. તેણે આઈપીએલ કારકિર્દીની 12મી ફિફ્ટી ફટકારી હતી. મુંબઈ સામે આઈપીએલમાં આ તેની 100મી ઈનિંગ પણ હતી.

અહીં ઉલ્લેખનિય છે કે મયંક સાથે જ ધમાકેદાર ઈનિંગ્સ રમનાર શેખર ધવન પણ આઈપીએલમાં 800 બાઉન્ટ્રી ફટકારનારો પહેલો ખેલાડી બન્યો છે.

English summary
MUM vs PUN: Mayank Agarwal's banging innings, this special record in T20 cricket!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X