• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શિખર ધવને સ્વિકાર્યું, પત્નીને પહેલાંથી જ હતા બે બાળકો

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 2 જૂન: પોતાની સ્ટાઇલ અને આક્રમક બેટીંગથી ભારતી ઓપનર શિખર ધવને ક્રિકેટપ્રેમીઓના દિલમાં એક અલગ સ્થાન બનાવી લીધું છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારવાની વાત હોય કે પછી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રન ફટકારવાની વાત હોય. શિખર ધવને પોતાનું એકદમ નિષ્ઠાપૂર્વક કર્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતમાં શિખર ધવનનો મોટો હાથ રહ્યો છે. તેમને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન (363) બનાવીને 'મેન ઑફ ધ ટૂર્નામેન્ટ' અને ગોલ્ડન બેટનો પુરસ્કાર જીત્યો. પોતાના ટૂંકાગાળાના કેરિયરમાં મોટું કામ કમાવનાર શિખર ધવનને એક ચેનલને આપેલા ઇન્ટરવ્યું પોતાના જીવન અંગે ઘટસ્ફોટ કર્યો હતો.

શિખર ધવનને એક ઇન્ટરવ્યુંમાં પૂછવામાં આવ્યું હતું કે તમે પોતાની રમત રમવાની શૈલીમાં કેટલાક પરિવર્તન કર્યા છે ગત કેટલાક વર્ષોમાં પોતાના અંગત જીવનમાં કેટલાક પરિવર્તનોમાંથી પસાર થયા છો, શું તમે લગ્નને મજબૂતી આપી છે. તો તેના જવાબમાં શિખર ધવને જણાવ્યું હતું કે હા હું એકલો હતો અને બેપરવાહ હતો. મને લાગે છે કે દરેક બેચરલ આવો જ હોય છે. હંમેશા મસ્તી કરવી, કોઇપણ વસ્તુની પરવાહ ન કરવી. જ્યારે મેં લગ્ન કર્યા તો મારી પત્નીને પહેલાંથી જ બે બાળકો હતા. ઘરમાં આ મોટો મુદ્દો બની ગયો હતો.

આપણે જે સંસ્કૃતિમાં રહીએ છીએ, ત્યાં આ કોઇપણના ઘરમાં ચર્ચાનો વિષય હોત. આપણો સમાજ કેટલીક વાતોને લઇને ચીંઘેલા ચીલા પર ચાલે છે. તે મારી જીંદગીનો કઠિન સમય હતો. મારે પોતાના નિર્ણય પર ટકી રહેવા માટે ખૂબ જ સાહસની જરૂરિયાત હતી. દરેક ગમે તેવા સંજોગોમાં લગ્ન કરવા માંગતો હતો. આ વિચારસણીએ મને તાકાત આપી હતી. હું લગ્ન બાદ પરિપક્વ બન્યો. હું મારી પત્ની અને તેના બાળકોનું ધ્યાન રાખવા લાગ્યો.

તે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી, એટલે મારે બંને દેશો વચ્ચે ઘણી યાત્રા કરવી પડતી હતી. જ્યારે તે અહીંયા હોતી નહી ત્યારે હું ઘર સંભાળતો હતો. મારે વિજળીનું બિલ અને ગેસ જેવી નાની-નાની બાબતો પર ધ્યાન રાખવું પડતું હતું. મેં જવાબદારી લેવાનું શરૂ કરી દિધુ, જેથી મને પરિપક્વ વ્યક્તિ બનવામાં મદદ મળી. મેદાન પર મારું પ્રદર્શન પણ મારી જીંદગીની જેમ રહ્યું છે. મેદાન પર પણ ક્રિકેટરની અંગત જીંદગીનું પ્રતિબિંબ જોવા મળે છે.

shikhar-dhawan

તેમને પૂછવામાં આવ્યું હતું કે શું એક સમયે તેમની ટીમમાં પસંદગી કરવામાં આવતી ન હતી ત્યારે શું તેમને પોતાની પ્રતિભા પર શક થવા લાગ્યો હતો? ત્યારે શિખર ધવને જણાવ્યું હતું કે ખરેખર આ દિલ તોડનાર હતું. એકવાર હું બેંગ્લોરમાં એનસીએમાં હતો ત્યારે ભારતીય ટીમ ત્યાં હતી. ત્યારે મને ખરેખર નિરાશા થઇ હતી. એ જાણીને કે તમારામાં ક્ષમતા છે, પરંતુ તેમછતાં હું ટીમનો ભાગ નથી. હું ભગવાનનો આભારી છું કે તેને મને સકારાત્મક બનાવ્યો. લાંબા સમય સુધી ઉદાસ રહેવું મારા સ્વભાવમાં નથી. હું મોટાભાગે ખુશ રહું છું.

સંઘર્ષના દિવસોમાં મને અહેસાસ રહે છે કે મેં મળેલો અવસર ગુમાવી દિધો છે. હું ભારત તરફથી જે પાંચ મેચો રમ્યો હતો, તેમાં વધુ સારું પ્રદર્શન કરી શકતો હતો. હું મળેલી તક ગુમાવી શકતો નથી. મેં પોતાની ખામીઓનું વિશ્લેષણ કરવાનું શરૂ કરી દિધુ અને તેને સુધારવા પર ધ્યાન આપ્યું. મને હંમેશા વિશ્વાસ રહેતો હતો કે હું કંઇક કરી શકુ છું. મારા માટે આ નિરંતર દોડ હતી. તમને ખબર હોતી નથી કે જીંદગી ક્યારે બદલાઇ જશે. મે ક્યારેય વિચાર્યું ન હતું કે વિરૂ પાજી અને ગૌતમ પાજી એક દિવસ ભારતીય ટીમનો ભાગ નહી હોય. જેથી મને લાગ્યું કે બીજી તક મળી શકે છે. જો કે મે તેના માટે જોરદાર મહેનત કરી હતી, પરંતુ મને બીજી તકની આશા ન હતી. હું મારા કોચોનો અહેસાનમંદ છું કે તેમને મારી નબળાઇઓને સુધારીને સારા ક્રિકેટર બનાવવામાં મદદ કરી.

જ્યારે શિખર ધવનને પૂછવામાં આવ્યું કે મહેન્દ્ર સિંહ ધોની કેવા કેપ્ટન છે તો તેમને કહ્યું હતું કે તે ખૂબ જ ઠંડા અને શાંત મગજના વ્યક્તિ છે. તે હંમેશા યુવા ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધારે છે. હું મારા અનુભવથી કહી શકુ કે જ્યારે યુવા ખેલાડી ટીમમાં આવે છે તો તે શું ઇચ્છે છે. જો તેમને ખબર હોય કે તેમને કેપ્ટનનું સમર્થન મળી રહ્યું છે તો તે પોતાની સ્વાભાવિક રમત રમે છે. નવા ખેલાડી સંકોચી હોય છે, તેને ટીમમાં પોતાનું સ્થાન બનાવવા અને જમાવટ કરવા માટે થોડો સમય લાગે છે. જો કેપ્ટન નવોદિત ખિલાડીને કોઇ પ્રેરણાદાઇ વાત કહે છે તો તેનાથી ઘણો ફરક પડે છે.

English summary
Shikhar Dhawan's career graph has risen like the phoenix over the past few months. After years of being out in the cold, the Delhi cricketer now says he never expected another opportunity to showcase his batting skills for Team India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more