For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમ ઇન્ડિયાના સિંહની ગર્જનાઃ હારનો બદલો લેવા રમીશું

|
Google Oneindia Gujarati News

નવીદિલ્હી, 8 જાન્યુઆરીઃ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહનું કહેવું છે કે ઇંગ્લેન્ડ વિરુદ્ધ આગામી વનડે શ્રેણીમાં ટીમ ઇન્ડિયા પાસે ટેસ્ટ મેચોમાં મળેલી હારનો બદલો લેવાની સોનેરી તક છે. ઓલરાઉન્ડરે કહ્યું કે, ઇંગ્લેન્ડે તાજેતરમાં ટેસ્ટ શ્રેણીમાં અમને પરાજય આપ્યો છે. તેમની ટીમ સારી છે. અમારે તેમને હરાવવા અને પોતાની હારનો બદલો લેવા માટે સારું રમવું પડશે. યુવરાજ પોતાના ફોર્મથી સંતુષ્ટ છે અને તેને આશા છે કે તે પાંચ મેચની શ્રેણીમાં મોટી ઇનિંગ રમવામાં સફળ થશે.

yuvraj singh

તેણે કહ્યું કે, હું સારી રીતે બોલિંગ કરી રહ્યો છું અને સમયાંતરે સારું પ્રદર્શન કરી રહ્યો છું. હું ટી-20માં સારા ફોર્મમાં છું અને આશા છે કે શ્રેણીમાં લાંબી ઇનિંગ રમવામાં સફળ રહીશ. ઇંગ્લેન્ડના બેટ્સમેન કેવિન પીટરસને કહ્યું કે, ભારતીય લાઇન અપમાં યુવરાજ ખતરનાક ખેલાડી છે. તેણે કહ્યું કે, તે ભારતીય લાઇન અપનો સૌથી વિસ્ફોટક બેટ્સમેન છે. અમારે તેને જલદી આઉટ કરવો પડશે નહીંતર તે અમારા હાથમાંથી મેચ છીનવી લેશે.

પીટરસને ક્યારેક યુવરાજને પાઇ ચકર કહ્યું હતું. આ ભારતીય બેટ્સમેન સાથેના સંબંધો અંગે પીટરસને કહ્યું કે, અમે મેદાનમાં પ્રતિસ્પર્ધી છીએ, પરંતુ મેદાન બહાર સારા મિત્રો છીએ. મેદાન પર તે મને આઉટ કરવાના પ્રયત્નો કરસે અને હું પણ તેવું જ કરીશ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી વનડે 11 જાન્યુઆરીએ રાજોકટમાં રમાશે.

English summary
Yuvraj Singh today said that the upcoming ODI series against England will provide the hosts with an opportunity to avenge the reverses they suffered in Tests late last year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X