ગોલ્ડન બૉયે રચ્યો ઈતિહાસ, ડાયમંડ લીગ જીતનાર પહેલા ભારતીય બન્યા નીરજ ચોપડા
ગુરુવારે મોડી રાત્રે ઈતિહાસ રચીને નીરજે ડાયમંડ લીગની ફાઈનલ જીતી લીધી છે.
નવી દિલ્લીઃ ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં સુવર્ણ પદક જીતનાર જેવલિન થ્રોવર નીરજ ચોપડાએ ફરી એકવાર દેશનુ નામ રોશન કર્યુ છે. ગુરુવારે મોડી રાત્રે ઈતિહાસ રચીને નીરજે ડાયમંડ લીગની ફાઈનલ જીતી લીધી છે. ફાઇનલમાં તેમણે 88.44 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ટ્રોફી કબજે કરી. અગાઉ 2017 અને 2018માં પણ નીરજે ડાયમંડ લીગની ફાઇનલમાં ક્વોલિફાય કર્યુ હતુ. જ્યાં તે અનુક્રમે સાતમા અને ચોથા સ્થાને રહ્યા હતા. પરંતુ આ વખતે માત્ર ફાઇનલમાં જ જગ્યા નથી બનાવી પરંતુ તે ટ્રોફી જીતવામાં પણ સફળ રહ્યા.

ઝ્યુરિકમાં ડાયમંડ લીગની ફાઇનલમાં નીરજની શરૂઆત બહુ ખાસ રહી ન હતી અને તેનો પહેલો થ્રો ફાઉલ હતો. આ પછી તેણે બીજા પ્રયાસમાં 88.44 મીટર, ત્રીજા પ્રયાસમાં 88 મીટર, ચોથા પ્રયાસમાં 86.11, પાંચમા પ્રયાસમાં 87 મીટર અને છઠ્ઠા પ્રયાસમાં 83.60 મીટર થ્રો કર્યો હતો. નીરજ ઉપરાંત કુલ 6 સ્પર્ધકોને ફાઇનલમાં 6-6 ચાન્સ મળ્યા, પરંતુ કોઈ પણ નીરજને પાર કરી શક્યુ નહિ. ચેક રિપબ્લિકના જેકોબ વાડલેચ 86.94 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા અને જર્મનીના જુલિયન બીબર 83.73 મીટરના થ્રો સાથે ત્રીજા ક્રમે આવ્યા હતા.
નીરજ ચોપડા માટે આ સિઝન ઘણી સારી રહી. થોડા સમય પહેલા નીરજે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને આમ કરનાર તે પ્રથમ ભારતીય એથ્લેટ બન્યા હતા. પછી સતત બે વાર રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો. નૂર્મીમાં 89.30m સાથે રેકોર્ડ બનાવ્યો અને પછી સ્ટૉકહોમ ડાયમંડ લીગમાં 89.94m સાથે નવો રેકોર્ડ બનાવ્યો. ઈજાના કારણે તે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યા નહોતા. હવે તે આવતા વર્ષે ફરી પોતાની ચેલેન્જ રજૂ કરશે.
Golds,Silvers done, he gifts a 24-carat Diamond 💎 this time to the nation 🇮🇳🤩
— Athletics Federation of India (@afiindia) September 8, 2022
Ladies & Gentlemen, salute the great #NeerajChopra for winning #DiamondLeague finals at #ZurichDL with 88.44m throw.
FIRST INDIAN🇮🇳 AGAIN🫵🏻#indianathletics 🔝
X-*88.44*💎-86.11-87.00-6T😀 pic.twitter.com/k96w2H3An3












Click it and Unblock the Notifications
