For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Auction: 5 કરોડને પાર પહોંચી નીરજ ચોપડાના ભાલાની બોલી, લવલીનાના ગ્લવઝ માટે 1.9 કરોડ રૂપિયા

ઓલિમ્પિકમાં એથલીટને મળેલી બધી ગિફ્ટને હરાજી માટે મૂકવામાં આવી છે જેના પર લોકો બોલી લગાવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય ખેલાડીઓએ આ વર્ષે ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યુ. ટોક્યોથી પાછા આવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બધા ખેલાડીઓને મળીને તેમનુ સમ્માન વધાર્યુ અને એથલીટ્સને પણ પોતાના તરફથી ઉપહાર આપ્યા. હવે તેમને મળેલી બધી ગિફ્ટને હરાજી માટે મૂકવામાં આવી છે જેના પર લોકો બોલી લગાવી રહ્યા છે. જેવલિન થ્રોમાં ભારતને પહેલો ગોલ્ડ અપાવનાર એથલીટ નીરજ ચોપડાના ભાલા માટે ઑનલાઈન 5 કરોડ રૂપિયાથી વધુની બોલી લગાવવામાં આવી.

niraj

હરાજી માટે રાખવામાં આવેલા નીરજ ચોપડાના ભાલાની બોલી 1 કરોડ રૂપિયાથી શરૂ થઈ અને હવે તે 5 કરોડ રૂપિયાથી પણ વધુ પહોંચી ગઈ છે. આ ઉપરાંત પીએમ મોદીને મળેલા ઘણા કિંમતી ઉપહારોને પણ ઈ-હરાજી માટે રાખવામાં આવ્યા છે. આનાથી મળતા પૈસાનો ઉપયોગ નમામિ ગંગે પરિયોજનામાં કરવામાં આવશે. ઈ-હરાજીના પહેલા દિવસે બંપર 10 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરવામાં આવી. હજુ હરાજીમાં 19 દિવસ બાકી છે. મીડિયા રિપોર્ટ મુજબ મહિલા મુક્કેબાજ લવલીના બોરગોહેનની ઓલિમ્પિક કાંસ્ય વિજેતા જોડીના ગ્લવ્ઝ માટે 11 બોલીમાંથી શુક્રવારે સાંજ સુધી 80 લાખ રૂપિયાના આધાર મૂલ્યના મુકાબલે સૌથી વધુ 1.92 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી.

English summary
Neeraj Chopra spear bid crossed Rs 5 crore on the first day of e-auction
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X