For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજી ટેસ્ટ ડ્રો, ભારતનો 0-1થી શ્રેણી પરાજય

|
Google Oneindia Gujarati News

વેલિંગ્ટન, 18 ફેબ્રુઆરીઃ વનડે બાદ ભારતીય ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પણ ગુમાવી દીધી છે. વેલિંગ્ટન ખાતે રમાયેલી ટેસ્ટમાં ભારત પર હારનો ખતરો મંડરાઇ રહ્યો હતો, પરંતુ વિરાટ કોહલીએ ઉત્કૃષ્ઠ સદી ફટકારીને ટીમની લાજ બચાવી લીધી હતી, જો કે ટેસ્ટને ડ્રો થતી અટકાવી શક્યો નહોતો. બન્ને સુકાનીની સહમતિથી આ ટેસ્ટને ડ્રો જાહેર કરી દેવામાં આવી હતી. આ સાથે જ ભારતે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી 0-1થી ગુમાવી દીધી હતી. બીજી ઇનિંગમાં ભારત તરફથી વિરાટ કોહલીએ 105 અને રોહિત શર્માએ 31 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ન્યુઝીલેન્ડ તરફથી સાઉથીએ બે અને બોલ્ટે એક વિકેટ મેળવી હતી. મેક્કુલમને શાનદર ત્રેવડી સદી ફટકારવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પહેલા બીજી ઇનિંગમાં ન્યુઝીલેન્ડની બેટિંગ પર નજર ફેરવવામાં આવે તો મેક્કુલમે 302, નીશામે 137, વોટ્લિંગે 124, રુદરફોર્ડે 35, લાથમે 29, સાઉથીએ 11 રન ફટકાર્યા હતા. જ્યારે ભારત તરફથી ઝહીર ખાને 5, મોહમ્મદ શમીએ 2 અને જાડેજાએ એક વિકેટ મેળવી હતી. ન્યુઝીલેન્ડે બીજી ઇનિંગમાં 680 રન બનાવી ભારત સામે 435 રનનો લક્ષ્યાંકમ મુક્યો હતો. જેના જવાબમાં ભારતે બીજી ઇનિંગમાં ત્રણ વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા, અને બન્ને સુકાનીઓની સહમતિથી મેચને ડ્રો જાહેર કરવામાં આવી હતી. ભારત તરફથી ઇનિંગની શરૂઆત મુરલી વિજય અને શિખર ધવને કરી હતી. જો કે, બન્ને સસ્તામાં આઉટ થઇ ગયા હતા, ચેતેશ્વર પૂજારા પણ કોઇ ખાસ કમાલ દર્શાવી શક્યો નહોતો. શિખર ધવને 2, મુરલી વિજયે 7 અને પૂજારાએ 17 રન બનાવ્યા હતા.

ન્યુઝીલેન્ડની પહેલી ઇનિંગ
ન્યુઝીલેન્ડની પહેલી ઇનિંગ અંગે વાત કરવામાં આવે તો ન્યુઝીલેન્ડે પહેલી ઇનિંગમાં 192 રન બનાવ્યા હતા, જેમાં વિલિયમ્સને 47, નીશામે 33, સાઉથીએ 32, ફુલ્ટોને 13, રુદરફોર્ડે 12, એન્ડરસને 24 રન બનાવ્યા હતા, જ્યારે ભારત તરફથી ઇશાંત શર્માએ છ અને મોહમ્મદ શમીએ 4 વિકેટ મેળવી હતી.

ભારતની પહેલી ઇનિંગ
ભારતની પહેલી ઇનિંગ અંગે વાત કરવામાં આવે તો ભારતે પહેલી ઇનિંગમાં 438 રન બનાવ્યા હતા. જેમાં ધવને 98, પૂજારાએ 19, ઇશાંત શર્માએ 29, કોહલીએ 38, રહાણેએ 118, ધોનીએ 68, જાડેજાએ 26 અને ઝહીર ખાને 22 રન ફટકાર્યા હતા. જ્યારે ન્યુઝીલેન્ડ તરફથી બોલ્ટ, સાઉથી અને વેન્ગરે ત્રણ-ત્રણ વિકટે લીધી હતી અને નીશામે એક વિકેટ ઝડપી હતી.

મેક્કુલમની ત્રેવડી

મેક્કુલમની ત્રેવડી

મેક્કુલમે બીજી ઇનિંગમાં ત્રેવડી સદી ફટકારતા 302 રન ફટકર્યા હતા.

વોટ્લિંગની સદી

વોટ્લિંગની સદી

વોટ્લિંગે 124 રનની ઇનિંગ રમી હતી.

રેકોર્ડ પાર્ટનરશીપ

રેકોર્ડ પાર્ટનરશીપ

મેક્કુલમ અને વોટ્લિંગે 346 રનની રેકોર્ડ ભાગીદારી નોંધાવી હતી.

ન્યુઝીલેન્ડના બીજી ઇનિંગમાં 680 રન

ન્યુઝીલેન્ડના બીજી ઇનિંગમાં 680 રન

ન્યુઝીલેન્ડે બીજી ઇનિંગમાં 680 રન બનાવી ભારત સામે 435 રનનો લક્ષ્યાંકમ મુક્યો હતો.

ઇશાંતની છ વિકેટ

ઇશાંતની છ વિકેટ

ઇશાંત શર્માએ બીજી ટેસ્ટ મેચમાં છ વિકેટ ઝડપી હતી.

ઝહીર ખાનની પાંચ વિકેટ

ઝહીર ખાનની પાંચ વિકેટ

બીજી ટેસ્ટ મેચમાં ઝહીર ખાને પાંચ વિકેટ મેળવી હતી.

રહાણેની સદી

રહાણેની સદી

રહાણેએ ન્યુઝીલેન્ડ સામે 118 રન બનાવ્યા હતા.

બીજી ટેસ્ટમાં બોલ્ટની ચાર વિકેટ

બીજી ટેસ્ટમાં બોલ્ટની ચાર વિકેટ

બોલ્ટે પહેલી ઇનિંગમાં ત્રણ અને બીજી ઇનિંગમા એક વિકેટ ઝડપી બીજી ટેસ્ટમાં કુલ ચાર વિકેટ મેળવી હતી.

વિરાટની સદી એળે

વિરાટની સદી એળે

વિરાટે બીજી ઇનિંગમાં 105 રનની ઇનિંગ રમી હતી, જેની મદદથી ભારત હારથી બચી ગયું હતું પરંતુ ટેસ્ટ ડ્રોમાં પરિણમતા કોહલીની સદી એળે ગઇ હતી.

English summary
New Zealand win series 1-0 after drawn 2nd Test
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X