એન્ડરસનને 36 બોલમાં સદી ફટકારી સ્થાપ્યો વર્લ્ડ રેકોર્ડ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 2 જાન્યુઆરી: ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક બેસ્ટમેન અને ઓલરાઉન્ડર કોરી એન્ડરસને ફક્ત 23 વર્ષની ઉંમરે બુધવાર વનડે ક્રિકેટની સૌથી ઝડપી સદી ફટકારી છે. નવા વર્ષમાં એન્ડરસની આ તોફાની શરૂઆતે પાકિસ્તાનના બેસ્ટમેન શાહિદ અફરીદીનો વનડેમાં સૌથી ઝડપીનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દિધો છે. કોરી એન્ડરસને વેસ્ટઇન્ડીઝની વિરૂદ્ધ આ તોફાની સદી ફક્ત 36 બોલમાં ફટકારી હતી. એન્ડરસને પોતાની અડધી સદી 20 બોલમાં જ પુરી કરી લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે શાહિદ આફરીદીનો સૌથી ઝડપી સદીનો 18 વર્ષ જૂનો રેકોર્ડ કોઇ દિગ્ગ્જ બેસ્ટમેન તોડી શક્યો નથી. એન્ડરસને ક્વીસટાઉનમાં વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ 36 બોલમાં સદી ફટકારી દુનિયા મટે એક નવા વર્ષનો પ્રથમ દિવસ યાદગાર બનાવી દિધો છે. એન્ડરસનની શાનદાર સદી કમાલની હતી ન્યૂઝીલેન્ડે ફક્ત 21 ઓવરમાં સ્કોર બોર્ડ પર 283 નોંધાવી દિધા હતા અને વેસ્ટઇન્ડીઝ માટે જીત માટે 21 ઓવરમાં 284 રનનો અસંભવ ટાર્ગેટ આપી દિધો.

corey-anderson

પાંચમા નંબરે બેટીંગ કરવા ઉતરેલા એન્ડરસને ફક્ત 47 બોલમાં નોટઆઉટ 131 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેમને 6 સિક્સર અને 14 ચોગ્ગા ફટકાર્યા હતા. એન્ડરસને આ કમાલ પોતાની સાતમી વનડેમાં કરી બતાવ્યો છે. વરસાદના લીધે વેસ્ટઇન્ડીઝની આ વનડે મેચને 21-21 ઓવરની કરી દેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના શાહિદ આફરીદીએ 1996માં શ્રીલંકા વિરૂદ્ધ નેરોબીમાં 37 બોલમાં સદી ફટકારી હતી.

English summary
In the third ODI against the West Indies, New Zealand's No.5 batsman Corey Anderson blazed away to a 36-ball century in a 21-overs-a-side match, overtaking Shahid Afridi's record (37 balls).

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.