આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સદસ્ય બની નીતા અંબાણી...
રિયો ઓલિમ્પિક શરૂ થતા પહેલા જ એક સારા સમાચાર પણ આવી ગયા છે. રિલાયન્સ ફોઉન્ડેશનની ચેરપર્શન અને ફાઉન્ડર નીતા અંબાણી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સદસ્ય તરીકે પસંદ કરવામાં આવી છે.
આપણે જણાવી દઈએ કે 52 વર્ષની નીતા અંબાણી પહેલી ભારતીય મહિલા છે. જે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સદસ્ય બની છે. ખાસ વાત એ છે કે નીતા અંબાણીને આ સંસ્થાનું સદસ્ય બનવા માટે 39 વોટની જરૂર હતી પરંતુ તેમને 71 વોટ મળ્યા હતા.

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સદસ્ય બનતાની સાથે જ સોશ્યિલ મીડિયા પર નીતા અંબાણીને શુભકામના આપવા માટે લોકો લાગી ગયા છે.












Click it and Unblock the Notifications
