Video : ધનશ્રી નહીં પરંતુ આ બોલ્ડ હસીનાને ડેટ કરી રહ્યો છે શ્રેયસ ઐય્યર, જાણો કોણ છે આ ખૂબસૂરત હસીના?
ક્રિકેટ અને હસીનાઓની પ્રેમ કહાનીઓ વર્ષોથી આવતી જાતી રહી છે ત્યારે હવે આ લિસ્ટમાં ટીમ ઈન્ડિયાના તોફાની બેટ્સમેન શ્રેયસ ઐય્યરનું નામ પણ જોડાયુ છે.
વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે વિરાટ કોહલી સાથે શ્રેયસ અય્યરે તોફાની સદી ફટકારી અને 70 બોલમાં 105 રન બનાવ્યા. આ ઈનિંગમાં 8 સિક્સર સામેલ હતી.

જણાવી દઈએ કે, શ્રેયસ ઐય્યરે વર્લ્ડ કપની શરૂઆતની મેચોમાં લોકોને નિરાશ કર્યા પછી તેની આલોચના થઈ રહી હતી. આ પછી તેણે જબરદસ્ત વાપસી કરી અને નેધરલેન્ડ સામે 128 રનની ધમાકેદાર ઈનિંગ રમી.
શ્રેયસ ઐય્યર કોઈ હસીનાના પ્રેમમાં છે?
એક તરફ તોફાની બેટિંગ અને બીજી તરફ તે તેની મિસ્ટ્રી ગર્લફ્રેન્ડને લઈને સમાચારોમાં છે. ચર્ચા છે કે, શ્રેયસ આ દિવસોમાં કોઈના પ્રેમમાં છે અને તે છોકરીનું નામ છે ત્રિશા કુલકર્ણી છે. જે વર્લ્ડ કપ મેચ દરમિયાન પ્રેક્ષક ગેલેરી સ્ટેન્ડમાં શ્રેયસને ચીયર કરતી જોવા મળે છે.
શ્રેયસ અને ત્રિશા કુલકર્ણીનો વીડિયો વાયરલ થયો
શ્રેયસે તેના સંબંધો વિશે કંઈ કહ્યું નથી પરંતુ તેમના અફેરને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. આ ચર્ચાને વધારે વેગ ત્યારે મળ્યો જ્યારે શ્રેયસ અય્યર અને ત્રિશા કુલકર્ણી BCCI દ્વારા આયોજિત દિવાળી પાર્ટીમાં સાથે પહોંચ્યા.
અહીં બંને ટ્રેડિશનલ આઉટફિટમાં હતા. આ પાર્ટીમાં માત્ર એ જ કપલ આવ્યા હતા જે પરિણીત અથવા રિલેશનશિપમાં છે. અહીંથી જ બન્નેના અફેરની ચર્ચાને હવા મળી.
ત્રિશા-શ્રેયસ અય્યરનો વીડિયો વાયરલ થયો હતો
ત્રિશા કોણ છે અને શું કરે છે તેની કોઈને કોઈ માહિતી નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા તેના વીડિયોને જોતા લાગે છે કે તે ખૂબ જ સુંદર છે અને તેણી અને શ્રેયસ વચ્ચે સારી ટ્યુનિંગ છે.
અય્યરનું નામ પહેલા ચહલની પત્ની ધનશ્રી સાથે જોડાયું હતું
અહેવાલો અનુસાર, આ પહેલા શ્રેયસ અય્યરનું નામ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી યજુવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી સાથે જોડાયું હતું. એવો પણ દાવો કરાયો છે કે શ્રેયસના કારણે ચહલના લગ્ન જોખમમાં છે. જો કે હવે જો શ્રેયસનું અફેર ત્રિશા કુલકર્ણી સાથે ચાલી રહ્યું છે. આ સાથે ધનશ્રી સાથેના અફેરની વાત અફવા સાબિત થઈ છે.
શ્રેયસ અય્યરે ટીકાકારોને ચુક કરી દીધા
શ્રેયસ અય્યરે ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઈનલ મેચ બાદ ટીકાકારો પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેના પર શોર્ટ બોલ ન રમી શકવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો હતો અને તેના વિશે બોલતા શ્રેયસે કહ્યું કે, અહીં લોકો કંઈ પણ કહે, હું પણ મારા યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો અને આજે તે સમય આવી ગયો.
શ્રેયસે કહ્યું કે, જ્યારે લોકો મારા વિશે વાહિયાત વાતો કરતા હતા ત્યારે મને અંદરથી ગુસ્સો આવતો હતો અને હું મારા સમયની રાહ જોતો હતો.












Click it and Unblock the Notifications
