Olympic 2024 : ઓલિમ્પિકમાં ધમાલ મચાવવા તૈયાર છે ઓસ્ટ્રેલિયન વિસ્ફોટક બેટ્સમેનની વાઈફ, જુઓ ફોટો
પેરિસ ઓલિમ્પિકની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. મેડલ માટે દુનિયાભરના સ્ટાર ખેલાડીઓ પેરિસ પહોંચ્યા છે. આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન ટિમ ડેવિડની વાઈફ પણ છે.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ટિમ ડેવિડની પત્ની સ્ટેફની કેરશૉ ઓસ્ટ્રેલિયન હોકી ખેલાડી છે. 29 વર્ષની સ્ટેફની કરશૉ પેરિસ ઓલિમ્પિક માટે સ્પોર્ટ્સ વિલેજ પહોંચી છે. ઓસ્ટ્રેલિયાને હોકીમાં ઓલિમ્પિક મેડલ જીતાડવામાં તે મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

ઓલિમ્પિક ગેમ્સ વિલેજ પહોંચેલી સ્ટેફની કરશૉએ કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તે મેદાન પર જોવા મળી છે, જ્યાં હોકી મેચ ચાલી રહી હતી. સ્ટેફનીએ ઓલિમ્પિક માટે રવાના થતા પહેલા ટીમ ડિનરનો પોતાનો ફોટો પણ શેર કર્યો છે.
સુંદરતાની બાબતમાં સ્ટેફની અપ્સરા દેખાય છે. દરરોજ તે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તેની તસવીરો પર ફેન્સ પણ ઘણી કોમેન્ટ કરે છે.
સ્ટેફની કરશૉ બીજી વખત ઓલિમ્પિકનો ભાગ છે. ટોક્યોમાં આયોજિત છેલ્લી ઓલિમ્પિકમાં પણ તે ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતી. જો કે, તે ઓલિમ્પિકમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેડલની રેસમાંથી બહાર કરી દીધું હતું.
ઓસ્ટ્રેલિયાની હોકી ટીમે છેલ્લે 2000માં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારથી તે દરેક વખતે નિરાશ થઈ છે. આ સ્થિતિમાં ત્રણ વખતની ઓલિમ્પિક ચેમ્પિયન આ વખતે ગોલ્ડ જીતીને સ્વદેશ પરત ફરવા માંગશે. ટીમ સ્ટેફની કરશૉ પાસેથી પણ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે.












Click it and Unblock the Notifications
