Paris Olympics 2024 : પેરિસની ગલીઓમાં રોમાન્સ કરનારી બ્રાઝિલિયન સ્વીમરને ઘરે મોકલી દેવાઈ, જાણો કેમ?
Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાં મેડલ વિજેતા ખેલાડીઓના સમાચારો સાથે સાથે એક વિવાદાસ્પદ સમાચાર પણ આવ્યા છે. અહીં એક ખેલાડી કપલને ઓલિમ્પિક વિલેજ છોડવા કહેવાયુ છે.
ખેલાડીઓ પોતાના દેશ માટે મેડલ જીતવા માટે અજોડ પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બ્રાઝિલની એક મહિલા સ્વિમર ઓલિમ્પિકમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. તે સ્વિમર એના કેરોલિના વિએરા હતી, જેને પેરિસની શેરીઓમાં તેના બોયફ્રેન્ડ સાથે નાઈટ આઉટ કરવા બદલ સજા કરવામાં આવી છે.

22 વર્ષની બ્રાઝિલની સ્વિમર એના કેરોલિના વિયેરાએ પરવાનગી વિના ઓલિમ્પિક વિલેજ છોડવાની ભૂલ કરી હતી. તે તેના બોયફ્રેન્ડ અને સાથી સ્વિમર ગેબ્રિયલ સેન્ટોસ સાથે નાઈટ આઉટ માટે બહાર ગઈ હતી. તમને જણાવી દઈએ કે ગેબ્રિયલ સેન્ટોસ પોતે બ્રાઝિલના સ્વિમર છે.
પેરિસ ઓલિમ્પિકમાંથી બ્રાઝિલની એક મહિલા સ્વિમરને બહાર કરી દેવાઈ છે. આ સ્વિમર કેરોલિના વિએરાને પેરિસમાં તેના બોયફ્રેન્ડ સાથે નાઈટ આઉટ કરવા બદલ સજા કરવામાં આવી છે.
22 વર્ષની બ્રાઝિલની સ્વિમર એના કેરોલિના વિયેરાએ પરવાનગી વિના ઓલિમ્પિક વિલેજ છોડવાની ભૂલ કરી હતી. તે તેના બોયફ્રેન્ડ અને સાથી સ્વિમર ગેબ્રિયલ સેન્ટોસ સાથે નાઈટ આઉટ માટે બહાર ગઈ હતી. ગેબ્રિયલ સેન્ટોસ પોતે બ્રાઝિલનો સ્વિમર છે.
વિયેરાએ મહિલાઓની 4x100 મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં ભાગ લઈને બ્રાઝિલ માટે સાતમા ક્રમે રહી હતી. જો કે રાત્રે તે કોઈને જાણ કર્યા વિના ઓલિમ્પિક વિલેજ છોડીને નીકળી ગઈ હતી. તેની સોશિયલ મીડિયા પોસ્ટથી આ વાત સામે આવી અને પછી બ્રાઝિલની ઓલિમ્પિક કમિટી (COB) એ કાર્યવાહી કરી છે.
બ્રાઝિલની સ્વિમિંગ ટીમના વડા ગુસ્તાવો ઓત્સુકાએ આ બાબતે COBને જાણ કરી હતી. તેણે કહ્યું કે, વિયેરાએ ટીમના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા હતા. જો કે, તેના બોયફ્રેન્ડને માત્ર ચેતવણી આપવામાં આવી છે.
COBએ કહ્યું કે, એના કેરોલિનાએ ટીમના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા અને યોગ્ય વર્તન ન જાળવ્યું. ગેબ્રિયલ સાન્તોસને ચેતવણી આપવામાં આવી છે અને અના કેરોલિનાને ટીમમાંથી હટાવી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
