Paris Olympics 2024 : આ ખાસ ધાતુમાંથી બનાવાય છે ઓલિમ્પિક મેડલ, ખાસિયત જાણીને ચૌકી જશો
પેરિસ ઓલિમ્પિક ચાલી રહ્યો છે ત્યારે મેડલની દુનિયાભરમાં ચર્ચા છે. મેડલની ચર્ચા વચ્ચે ઘણા લોકો એ જાણવા માંગે છે કે આ મેડલ બનાવાય છે કેવી રીતે?
ઓલિમ્પિક દરમિયાન આપવામાં આવતા મેડલને લઈને દરેકના મનમાં પ્રશ્ન એ છે કે શું ગોલ્ડ મેડલ સંપૂર્ણપણે સોનાના બનેલા હોય છે?

તમને જણાવી દઈએ કે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ સોનાનો નહીં પણ સિલ્વરનો બને છે. ઓલિમ્પિક સુવર્ણ મેડલ ઓછામાં ઓછા 92.5% ચાંદીના બનેલા હોવા જોઈએ, જેમાં મેડલ પર કોટિંગ તરીકે ઓછામાં ઓછા છ ગ્રામ સોનાનો સમાવેશ થાય છે.
1912 સુધી ઓલિમ્પિક મેડલ ખરેખર શુદ્ધ સોનાના બનેલા હતા પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ પછી દેશોએ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ બનાવવાનું શરૂ કર્યું.
પેરિસ ઓલિમ્પિકની વાત કરીએ તો પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલનો વચ્ચેનો ભાગ એફિલ ટાવરના સ્ક્રેપ મેટલમાંથી બનાવવામાં આવશે અને હેક્સાગોનલ પીસ સ્ક્રેપ આયર્નમાંથી બનાવવામાં આવશે.
ષટ્કોણ ફ્રાંસનું પ્રતિનિધિત્વ કરે છે એવું કહેવાય છે, અને દેશને તેના આકારને કારણે ક્યારેક લ'ષટ્કોણ કહેવામાં આવે છે.












Click it and Unblock the Notifications
