Paris Olympics 2024 : કોણ છે ભારતને ત્રીજો મેડલ અપાવનાર સ્વપ્નિલ કુસાલે?
Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકની અત્યારસુધીની સફરમાં ભારતના શૂટરો છવાયેલા રહ્યા છે. હવે સ્વપ્નિલ કુસાલેએ મેડલ પર નિશાન તાક્યુ છે.
ભારતીય શૂટરોએ ઓલિમ્પિકમાં ધૂમ મચાવી છે. અત્યાર સુધી જીતેલા ત્રણેય મેડલ માત્ર શૂટિંગમાંથી જ આવ્યા છે. ભારતે ત્રણેય વખત બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

50 મીટર રાઈફલ 3માં ભારતને ત્રીજો બ્રોન્ઝ મેડલ મળ્યો છે. આ વ્યક્તિગત સ્પર્ધામાં સ્વપ્નિલ કુસાલેએ સચોટ હિટ કરીને મેડલ કબજે કર્યો.
સ્વપ્નિલ કુસાલે એક ખેડૂત પરિવારમાંથી આવે છે અને તેનો પરિવાર પુણેનો છે. આ ભારતીય શૂટરનો જન્મ 6 ઓગસ્ટ 1995ના રોજ થયો છે. તેણે પોતાના જન્મદિવસના પાંચ દિવસ પહેલા મેડલ જીતીને ધમાલ મચાવી દીધી છે. તેના પિતાએ તેને 14 વર્ષની ઉંમરે મહારાષ્ટ્ર સરકારની યોજના કૃડા પ્રબોધિનીમાં એનરોલ કરાવ્યો હતો.
પિસ્તોલની તાલીમ લીધા બાદ તેને ટાર્ગેટ સ્પોર્ટ્સના રૂપમાં સ્પોન્સર મળ્યા. તેણે 20 વર્ષની ઉંમરે વૈશ્વિક સ્તરે પોતાની અસર છોડી હતી. 2015માં તેણે કુવૈતમાં આયોજિત એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં 50 મીટર એર રાઈફલમાં પ્રોન 3માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે સમયે તેણે જુનિયર કેટેગરીમાં ભાગ લીધો હતો.
પાછળથી તેણે લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ગગન નારંગથી આગળ નીકળીને દિલ્હીમાં 59મી નેશનલ શૂટિંગ ઇવેન્ટ જીતી. ઓલિમ્પિક મેડલ વિજેતાને પાછળ છોડીને જીતવું એ એક મોટી સિદ્ધિ છે.
આ પછી તેનું કદ વધતું ગયું. ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ (TOPS) ના ભાગરૂપે તેણે સરકાર તરફથી નાણાકીય સહાય પણ મળી હતી. ટ્રેનિંગ એન્ડ ઈવેન્ટ કેલેન્ડર સ્કીમ હેઠળ તેમને 1 કરોડ 42 હજાર રૂપિયાથી વધુની સહાય મળી છે.
- ઓલિમ્પિક 2024 ક્વોટા જીતીને વર્લ્ડ ચેમ્પિયનશિપ કાયરો (2022)માં ભારત માટે ચોથા સ્થાને રહ્યો.
- એશિયન ગેમ્સ 2022માં ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો.
- વિશ્વ કપ બાકુ (2023)માં મિશ્ર ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ અને વ્યક્તિગત ઇવેન્ટમાં બે સિલ્વર મેડલ જીત્યા.
- આ સિવાય વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. 2021 વર્લ્ડ કપ (નવી દિલ્હી)માં ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો.












Click it and Unblock the Notifications
