Paris Olympics, Vinesh Phogat: વિનેશ ફોગાટને મળશે સિલ્વર મેડલ? જાણો કોર્ટે શું આપ્યો ચુકાદો?
Paris Olympics, Vinesh Phogat: પેરિસ ઓલિમ્પિકમાં રેસલર વિનેશ ફોગાટ ફાઈનલમાં પહોંચ્યા બાદ ડિસ્ક્વોલિફાય થઈ હતી. ઉલ્લેખનીય છે કે, તેનું વજન તેની કેટેગરી 50 કિગ્રા કરતા 100 ગ્રામ વધારે હતું, જે કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
વિનેશ ફોગટને મેડલ મળવાના મામલે હજુ નિર્ણય લેવાનો બાકી છે. વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માંથી અયોગ્ય જાહેર થયા બાદ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી હતી.
તેની આ પર હવે કોર્ટે નિર્ણય લેવાનો છે. વિનેશ ફોગાટે ગેરલાયક હોવા છતાં સિલ્વર મેડલ આપવાની માંગ કરી હતી. હાઈ-પ્રોફાઈલ કેસને હેન્ડલ કરવા માટે જાણીતા હરીશ સાલ્વે આ કેસમાં તેમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
આ કેસની સુનાવણી દરમિયાન અનેક દલીલો કરવામાં આવી હતી. સૌ પ્રથમ એવી દલીલ કરવામાં આવી હતી કે, વિનેશે કોઈ છેતરપિંડી કરી નથી, અને તેથી તે સિલ્વર મેડલની હકદાર છે.

બીજી દલીલ એવી કરવામાં આવી હતી કે, વિનેશ ફોગાટના વજનમાં વધારો કુદરતી પુનઃપ્રાપ્તિ પ્રક્રિયા (રિકવરી પ્રેસેસ)ને આભારી હતો, જે તેના નિયંત્રણની બહાર હતી.
આ સાથે એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, ખેલાડીઓને તેમના શરીરની સંભાળ રાખવાનો અધિકાર છે.
ઉલ્લેખનીય છે કે, આ મામલે 11 ઓગસ્ટના રોજ નિર્ણય લેવાનો હતો, પરંતુ હવે તે થાય તેમ લાગતું નથી. IOA તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 13 ઓગસ્ટ સુધીમાં નિર્ણય આવી શકે છે.
હવે જોવાનું એ રહે છે કે, કોર્ટ ઓફ આર્બિટ્રેશન ઓફ સ્પોર્ટ્સ તરફથી શું નિર્ણય આવે છે.
કોર્ટમાં તમામ પ્રકારની રજૂઆતો કરવામાં આવી છે, અને હવે આગામી 48 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. 13 ઓગસ્ટના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 વાગ્યા સુધીમાં નિર્ણય લેવાનો છે.
નિયમોને ટાંકીને યુનાઈટેડ રેસલિંગ વર્લ્ડ વિનેશ ફોગાટને મેડલ નહીં આપવાની વાત કરશે. જો નિર્ણય વિનેશની તરફેણમાં આવે છે, તો પછી નિયમો પણ બદલાઈ શકે છે. આ એક ઐતિહાસિક કેસ છે, જેના પર દુનિયાની નજર છે.
જો અહેવાલોનું માનીએ તો વિનેશ ફોગાટ દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, કુસ્તી સ્થળ અને રમતગમતના ગામ વચ્ચેના અંતરને કારણે તેને વજન ઘટાડવા માટે વધુ સમય મળી શક્યો નથી.












Click it and Unblock the Notifications
