આઈપીએલ ઓક્શનમાં કરોડો મેળવનારા પેટ કમિન્સની વાઈફ છે બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ, જુઓ ફોટો
આઈપીએલ 204 પહેલા યોજાઈ ગયેલા ઓક્શનમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો દબદબો રહ્યો છે. આ લિસ્ટમાં પેટ કમિન્સ સૌથી વધુ રૂપિયા મેળવવામાં બીજા ક્રમે રહ્યો છે. હવે તેની સાથે સાથે તેની પત્નીની પણ ખુબ ચર્ચા થઈ રહી છે.
વર્લ્ડ કપમાં ભારતને કરારી હાર બાદ પેટ કમિન્સ દુનિયાભરમાં છવાઈ ગયો હતો. તેની ફેન ફોલોઈંગ આસમાને પહોંચી છે. તેની શાનદાર બોલિંગ અને હેન્ડસમ લુકની સાથે તેની લવ લાઈફ વિશેની ચર્ચાઓ થઈ રહી છે.

પેટ કમિન્સ અને બેકી બોસ્ટન 2013 થી એકબીજા સાથે છે. તે પહેલા મિત્રો હતા અને પછી મિત્રોમાંથી લાઈફ પાર્ટનર બન્યા. ઓક્ટોબર 2021 માં તેણીએ તેમના પુત્ર એલ્બીને જન્મ આપ્યો.
પેટ કમિન્સ કહે છે કે તે લાંબા સમયથી બેકી સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ કોરોનાને કારણે વિલંબ થયો. આખરે તેઓએ ઓગસ્ટ 2022 માં તેમના પુત્ર, પરિવાર, નજીકના મિત્રો અને ઓસ્ટ્રેલિયન ટીમના સભ્યોની હાજરીમાં લગ્ન કર્યા.
જણાવી દઈએ કે, બેકી કમિન્સ ઓસ્ટ્રેલિયન નહીં પરંતુ ઈંગ્લેન્ડની છે તે લાંબા સમયથી સિડનીમાં રહે છે. તે વ્યવસાયે ઇન્ટિરિયર ડિઝાઇનર છે. તેણી કહે છે કે કમિન્સે તેને પિકનિક સ્પોટ પર ઘૂંટણિયે પડીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.
પેટ અને બેકી સિડનીના એક બારમાં મળ્યા હતા. બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને પછી તે મેકડોનાલ્ડમાં કંઈક ખાવા માટે ગયા. કમિન્સે તે સમયે બેકીને તેના ક્રિકેટર હોવા અંગે જણાવ્યું ન હતું.
આ મિત્રતાએ એક પગલું આગળ વધાર્યું અને બંને પ્રેમમાં પડ્યા. છેલ્લા 10 વર્ષોમાં બેકીએ તેની કારકિર્દીના દરેક ઉતાર-ચઢાવમાં પેટને ટેકો આપ્યો છે અને તે ક્યારેય તેનો આભાર માનવાનું ભૂલતો નથી.












Click it and Unblock the Notifications
