For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિકેટના ભગવાને સચિને માન્યો ઓસી. સરકારનો આભાર

By Super
|
Google Oneindia Gujarati News

sachin tendulkar
નવીદિલ્હી, 17 ઑક્ટોબરઃભારતના મહાન ખેલાડી સચિન તેંડુલકરએ 'ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા' સન્માન આપવા બદલ ઓસ્ટ્રેલિયન સરકારનો આભાર માન્યો છે અને કહ્યું છે કે આ સન્માન મેળવીને હું ખુશ થયો છે અને ગૌરવની લાગણીનો અનુભવ કરું છું.

તેંડુલકર હાલ દક્ષિણ આફ્રિકામાં રમાઇ રહેલી ચેમ્પિયન્સ લીગમાં ભાગ લઇ રહ્યો છે. તેણે કહ્યું કે ઓસ્ટ્રેલિયાની ટીમ સૌથી મોટા પ્રતિસ્પર્ધીમાની એક છે. હું આશા રાખું છું કે આ સન્માનથી બન્ને દેશોના સંબંધ વધું હુફાળાં બનશે. આ માટે હું ઓસ્ટ્રેલિયન સરકારનો અંતઃહૃદયથી આભાર માનું છું.

બન્ને દેશોના લોકોને ક્રિકેટ પ્રત્યે વધારે પ્રેમ છે. ભારત પ્રવાસે આવેલા ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી જૂલિયા ગિલાર્ડે સચિનને ઓસ્ટ્રેલિયાનું પ્રતિષ્ઠિત સન્માન આપવાની ઘોષણા કરી છે સચિનને આ સન્માન કલામંત્રી સિમોન ક્રીન પોતાની ભારત યાત્રા દરમિયાન આપશે.

જો કે, બીજી તરફ પ્રધાનમંત્રી દ્વારા સચિને સન્માન આપવાની જાહેરાતનો ઓસ્ટ્રેલિયામાં વિરોધ થઇ રહ્યો છે. ઓસ્ટ્રેલિયન નાગરીક સચિનને આ સન્માન આપવામાં આવે તેને યોગ્ય ઠેરવી રહ્યાં નથી, કારણ કે, હરભજન સિંહ અને એન્ડ્ર્યુ સાઇન્ડ્સ વિવાદમાં તેમનું નામ પણ ઉછળ્યું હતું.

સચિનને આ સન્માન આપવાનો વિરોધ કરવા બદલ ઓસ્ટ્રેલિયાના એક નિર્દલીય સાંસદ રોબ ઓકશોટે કહ્યું છે કે, સચિન પ્રત્યે મને આદર છે અને હું તેમનો પ્રશંસક છું પરંતુ આ આદરનો ઉપયોગ રાજકીય ફાયદા માટે કરવો જોઇએ નહીં. આ સન્માન માત્ર સામુદાયિક કાર્યમાં યોગદાન આપવા માટે કરવો જોઇએ.

English summary
Master blaster Sachin Tendulkar thanks Australian government for 'Order of Australia' award.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X