• search

વિશ્વ ક્રિકેટની યાદગાર તસવીરોઃ ફરી મેદાનમાં ઉતર્યા દિગ્ગજો

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    લંડન, 6 જુલાઇઃ લોર્ડ્સ ગ્રાઉન્ડ દ્વારા પોતાનો 200મો જન્મ દિવસ મનાવવામાં આવ્યો હતો. જે દરમિયાન લોર્ડ્સ મેદાન ખાતે ક્રિકેટ જગતના દિગ્ગજોને આમંત્રિત કર્યા હતા અને એ દિવસને યાદગાર બનાવી દીધો હતો.  શનિવારે 50 ઓવરની એક્ઝિબિશન મેચ યોજવામાં આવી હતી, જેમાં મેલબોર્ન ક્રિકેટ ક્લબ(એમસીસી)ના સુકાની સચિન તેંડુલકર અને રેસ્ટ ઓફ ધ વર્લ્ડ(આરઓડબલ્યુ)ના સુકાની શેન વોર્ન ફરી એકવાર એકબીજાની સામસામે આવ્યા હતા.

    આ મેચમાં એડમ ગિલ્ક્રિસ્ટ અને વિરેન્દ્ર સેહવાગે ગેમની શરૂઆત બેટિંગ કરીને કરી હતી અને બ્રેટ લી એ એક્ઝિબિશન મેચમાં પહેલી ઓવર નાંખી હતી. આ મેચમાં ફિંચે 181 રનની ઇંનિગ બનાવીને એમસીસીની આરઓડબલ્યુ સામે વિજયી બનાવ્યું હતં. જો કે આરઓડબલ્યુ તરફથી યુવરાજ સિંહે 132 રન ફટકાર્યા હતા. જ્યારે અજમલે 45 રનમાં 4 વિકેટ લીધી હતી. તો ચાલો આ મેચ સાથે જોડાયેલી પળોને તસવીરો થકી જોઇએ. તમામ તસવીરો લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના ઓફિસિયલ ફેસબુક પેજ પરથી લેવામાં આવ્યા છે.

    એમસીસી ટીમની તસવીર

    એમસીસી ટીમની તસવીર

    મેચ શરૂ થઇ તે પહેલા એમસીસી ટીમના ખેલાડીઓએ સાથે તસવીર ખેંચાવી હતી. આ ટીમનું નેતૃત્વ સચિન તેંડુલકર દ્વારા કરવામાં આવ્યું છે.

    રેસ્ટ ઓફ ધ વર્લ્ડ ચીમ

    રેસ્ટ ઓફ ધ વર્લ્ડ ચીમ

    આ ટીમનું નેતૃત્વ શેન વોર્ન દ્વારા કરવામાં આવ્યું છે. તેણે મેચ શરૂ થતા પહેલા આ તસવીર ખેંચી હતી.

    યુવરાજ સિંહનું આગમન

    યુવરાજ સિંહનું આગમન

    ભારતીય ક્રિકેટ ટીમનો ડાબોડી બેટ્સમેન યુવરાજ સિંહ એક્ઝિબિશન મેચનો ભાગ બનાવા માટે લોર્ડ્સના ગ્રાઉન્ડે પહોંચી ગયો હતો.

    ટોસ સમયે મેદાનમાં

    ટોસ સમયે મેદાનમાં

    સુકાની તેંડુલકર અને વોર્ન ટોસ સમયે મેદાનમાં પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

    ઘ લેજન્ડ્સ

    ઘ લેજન્ડ્સ

    તેંડુલકર અને વોર્ન ટોસ ઉછાળવામાં આવ્યો તે પહેલા એકબીજા સાથે વાતો કરી રહ્યાં હતા.

    મુરલીધરન

    મુરલીધરન

    શ્રીલંકાના મુથૈયા મુરલીધરન ગ્રાઉન્ડ પર પહોંચ્યો હતો તે સમયની તસવીર

    યુવરાજે વ્યક્ત કરી સદીની ખુશી

    યુવરાજે વ્યક્ત કરી સદીની ખુશી

    આ મેચમાં યુવરાજ સિંહે 132 રનની ઇનિંગ ફટકારી હતી, સદી ફટકાર્યા બાદ યુવરાજે સદીની ફટકાર્યાની ખુશી વ્યક્ત કરી હતી.

    મેચની શરૂઆત

    મેચની શરૂઆત

    બ્રેટલીએ મેચની પહેલી ઓવર ફેંકી હતી.

    સેહવાગ આઉટ

    સેહવાગ આઉટ

    ભારતીય ખેલાડી વિરેન્દ્ર સેહવાગને 22 રન પર બ્રેટલીએ આઉટ કર્યો હતો.

    સચિન બોલિંગ નાખવા માટે તૈયાર

    સચિન બોલિંગ નાખવા માટે તૈયાર

    સચિને તેંડુલકરે આ મેચમાં ચાર ઓવર નાંખી હતી, જેમાં 33 રન આપ્યા હતા અને યુવરાજ સિંહની વિકેટ લીધી હતી.

    ગિલ્ક્રિસ્ટના હેલમેટ પર કેમેરા

    ગિલ્ક્રિસ્ટના હેલમેટ પર કેમેરા

    એડમ ગિલ્ક્રિસ્ટના હેલમેટમાં કેમેરા લગાવવામાં આવ્યો હતો.

    અજમલે લીધી વિકેટ

    અજમલે લીધી વિકેટ

    પાકિસ્તાની ઓફ સ્પીનલ સઇદ અજમલે તમિમ ઇક્બાલની વિકેટ લીધી હતી.

    ઉજવણી સમય

    ઉજવણી સમય

    સહેવાગની વિકેટ લીધા બાદ બ્રેટ લીએ સાથી ખેલાડીઓ સાથે વિકેટ લીધાની ઉજવણી કરી હતી.

    મેચ પહેલાનો દિવસ

    મેચ પહેલાનો દિવસ

    તેંડુલકર અને વોર્ને લોંગ રૂમમાં સમય વિતાવ્યો હતો.

    ગ્રેટેસ્ટ સેલ્ફી?

    ગ્રેટેસ્ટ સેલ્ફી?

    પ્રી મેચ ડીનર પહેલા બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા એક સાથે તસીવરો ખેંચાવી હતી. વોર્ને તેને ધ ગ્રેટેસ્ટ એવર સેલફી કહી હતી.

    ગિલક્રિસ્ટની વિકેટ

    ગિલક્રિસ્ટની વિકેટ

    અજમલની ઓવરમાં ક્રિસ રીડે ગિલક્રિસ્ટને 21 રન પર સ્ટમ્પ આઉઠ કર્યો હતો.

    યુવરાજ ચમક્યો

    યુવરાજ ચમક્યો

    એ એક્ઝિબિશન મેચમાં યુવરાજ સિંહ ચમક્યો હતો. તેણે 132 રન ફટાકાર્યા હતા.

    English summary
    It was a special one-day game at the Lord's Cricket Ground here on Saturday. To celebrate the ground's 200th birthday, the legends of the game came together.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more