For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પદકવીર ભારતીય એથલીટોને મળ્યા વડાપ્રધાન, જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સ 2014માં મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી.

17માં એશિયાડ ગેમ્સનું આયોજન આ વખતે ઇનચેયોન, સાઉથ કોરિઆમાં સપ્ટેમ્બર 19થી 4 ઓક્ટોબર સુધી થયું હતું, જેમાં ભારતે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા 57 મેડલ્સ (11 ગોલ્ડ, 10 સિલ્વર અને 36 બ્રોન્ઝ) પોતાના નામે કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદકવીરોને શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને તમામને જણાવ્યું કે તેઓ ભારતનું ગર્વ છે. નરેન્દ્ર મોદીએ આ મુલાકાતની તસવીર ટ્વિટ કરી હતી.

વડાપ્રધાને દરેક એથલીટને જણાવ્યું કે તેઓ પોતાના મંતવ્યો બેફીકર રજૂ કરી શકે છે, અને કોઇપણ વાત કરવા માટે તેમને વ્યક્તિગત આવીને મળી શકે છે.

ગોલ્ડ મેડલ જીતનાર યોગેશ્વર દત્ત, સાનિયા મિર્ઝા, મેરી કોમ, ભારતીય પુરુષ અને મહિલા કબડ્ડી ટીમના સભ્યોને અત્રે વડાપ્રધાન દ્વારા સન્માનવામાં આવ્યા.

અત્રે નોંધનીય છે કે ગઇકાલે રમત મંત્રી સરબનંદા સોનાવલે ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીઓને 20 લાખ, સિલ્વર મેડલ જીતનારને 10 લાખ અને બ્રોન્ઝ મેડલ જીતનાર ખેલાડીઓને 6 લાખના ચેક એનાયત કર્યા.

સોનાવલે દરેક એથલેટને અભિનંદન આપ્યા અને જણાવ્યું કે મેડલ જીતનાર ખેલાડીઓનું પ્રદર્શન પ્રેરણાદાયક હતું અને મેડલ નહીં જીતનાર ખેલાડીઓ 2016 માટેની તૈયારીઓ શરૂ કરી દે.

વડાપ્રધાને એથલીટોને કહ્યું અભિનંદન જુઓ તસવીરો...

ભારતીય બોક્સરો

ભારતીય બોક્સરો

વડાપ્રધાન ભારતીય મહિલા અને પુરુષ બોક્સરો સાથે

મોદી ટેનિસ ટીમ સાથે

મોદી ટેનિસ ટીમ સાથે

વડાપ્રધાન ભારતીય મહિલા અને પુરુષ ટેનિસ ટીમ સાથે

મોદી શૂટર્સ સાથે

મોદી શૂટર્સ સાથે

વડાપ્રધાન ભારતીય મહિલા અને પુરુષ શૂટર્સ સાથે

મોદી કૂસ્તીબાજો સાથે

મોદી કૂસ્તીબાજો સાથે

વડાપ્રધાન ભારતીય મહિલા અને પુરુષ કૂસ્તીબાજો સાથે

મોદી ભારતીય તરવૈયાઓ સાથે

મોદી ભારતીય તરવૈયાઓ સાથે

ભારતીય મહિલા અને પુરુષ તરવૈયાઓ સાથે વડાપ્રધાન

મોદી મહિલા કબડ્ડી ટીમ સાથે

મોદી મહિલા કબડ્ડી ટીમ સાથે

ભારતીય મહિલા કબડ્ડી ટીમ સાથે વડાપ્રધાન

મોદી પુરુષ કબડ્ડી ટીમ સાથે

મોદી પુરુષ કબડ્ડી ટીમ સાથે

ભારતીય પુરુષ કબડ્ડી ટીમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

મોદી દમદાટી (રોવીંગ) ટીમ સાથે

મોદી દમદાટી (રોવીંગ) ટીમ સાથે

ભારતીય દમદાટી (રોવીંગ) ટીમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

English summary
Prime Minister Narendra Modi today felicitated India's Asian Games 2014 medal winners, here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X