PICS: ISL-2015નો આગાઝ, આલિયા, ઐશ્વર્યા અને સચિને લુટાવ્યા દિલ

શનિવારે ઇન્ડિયન સુપર લીગ (ISL) બીજી સીઝનનો ધમાકેદાર આગાઝ થયો છે. આ આગાઝને સુંદર બનાવવા માટે બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય, બોલીવુડ દીવા આલિયા ભટ્ટ, અભિનેતા અર્જુન કપૂર, ગોડ ઓફ ઇન્ડિયન ક્રિકેટ સચિન તેડુંલકર, તામિલ સિનેમાના ભગવાન રજનીકાંત અને બોલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચનનો ખુબ મોટો હાથ હતો.

લાંબા સમય બાદ ઐશ્વર્યા રાયે લાઇવ સ્ટેજ શો કર્યો હતો, પરંતુ એશના ધમાકેદાર પરર્ફોમન્સથી એવો અહેસાસ જ ન થયો કે તેણે લાંબા સમય બાદ સ્ટેજ પર લાઇવ પરર્ફોમન્સ કર્યું હતુ. તો એશ બાદ આલિયા ભટ્ટે પણ ઉપસ્થિતોના મન મોહી લીધા હતા. સાથે જ કાર્યક્રમનું એન્કરીંગ કરી રહેલા અર્જુને એન્કરીંગ દ્વારા સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતુ.

તમને જણાવી દઇએ કે ISLની પ્રથમ મેચમાં એટલેટિકો ડી.કલકત્તા ઇન્ડિયને કાંટાની ટક્કરમાં ચેન્નાઇ FCને 3-2થી માત આપી હતી. તો આવો તમને પણ બતાવીએ આ રંગારંગ કાર્યક્રમની અદભૂત તસવીરો

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

લાંબા સમય બાદ ઐશ્વર્યા રાય બચ્ચને સ્ટેજ પર લાઇવ પરફોર્મ કર્યું હતુ.

ઓપનીંગ સેરેમની

ઓપનીંગ સેરેમની

આ સ્ટાર્સના કારણે ISlની ઓપનીંગ સેરેમની ખાસ બની ગઇ હતી.

બે ભગવાન એકસાથે

બે ભગવાન એકસાથે

પોત પોતાના ફિલ્ડમાં ભગવાનનો દરજ્જો ધરાવતા દિગ્ગજ રજનીકાંત અને સચિન તેંડુલકરને જોઇને લોકો ખુબ જ ખુશ હતા.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

તો આલિયા ભટ્ટે પણ પોતાના પરર્ફોમન્સ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

અર્જુન કપૂર

અર્જુન કપૂર

અર્જુન કપૂરે પોતાની શાનદાર એન્કરીંગ દ્વારા સૌનું ધ્યાન પોતાના પર કેન્દ્રીત કર્યું હતુ.

દમદાર પરર્ફોમન્સ

દમદાર પરર્ફોમન્સ

એશના દમદાર પરર્ફોમન્સે કોઇને અહેસાસ ન થવા દીધો કે તે લાંબા સમય બાદ સ્ટેજ પર પરર્ફોમ કરી રહી છે.

79 દિવસ

79 દિવસ

ISLની બીજી ઇનીંગ 20 ડિસેમ્બર સુધી ચાલશે. આ વખતે આ ટુર્નામેન્ટ 79 દિવસની છે.

જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી

જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી

ઉદ્ઘાટન સમારોહમાં જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, મહાનાયક અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શ્વેતા બચ્ચન, રજનીકાંત સહિત બોલિવુડના અન્ય સ્ટાર્સ પણ હાજર હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X