Pro Kabaddi League 10: પ્રો કબડ્ડી લીગની 10મી સિઝનમાં બંગાળ વૉરિયર્સ પટના પાયરેટ્સને હરાવી બન્યુ અજેય
Pro Kabaddi League 10: પ્રો કબડ્ડી લીગની 10મી સિઝનમાં બંગાળ વૉરિયર્સની ટીમે પટના પાયરેટ્સને 60-42થી હરાવી દીધુ છે. આ સાથે બંગાળ 4 મેચમાં જીત મેળવીને અજેય ચાલી રહ્યુ છે. એક મેચમાં ટાઈ હતી.
બંગાળ વૉરિયર્સના મનિંદર સિંહે સૌથી વધુ 15 પોઈન્ટ કર્યા. નિતિન કુમારે 14 અને શ્રીકાંત જાધવે 12 પોઈન્ટ કર્યા. બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી.

પહેલા હાફમાં બંગાળ વૉરિયર્સના મનિંદર સિંહ પહેલી રેડમાં જ ટેકલ કરી લેવાયા હતા પરંતુ નિતિન કુમારે એક જ રેડમાં 5 પોઈન્ટ લઈને આખી મેચ બદલી દીધી. ત્રણ મિનિટમાં ઉલટફેર થઈ અને બંગાળ વૉરિયર્સે પહેલી વાર પટનાને ઑલ આઉટ કરીને 16-11 પોઈન્ટથી આગળ આવી ગયુ.
બીજા હાફની શરુઆતમાં પટના પાયરેટ્સની ટીમ 11 પોઈન્ટથી પાછળ હતી. થોડા કમબેક પછી તે ખૂબ જલ્દી ઑલ આઉટ થઈ ગયુ. બંગાળ વૉરિયર્સે ફરીથી 34-22ના શાનદાર પોઈન્ટ મેળવી લીધા. મનિંદર અને જાધવે પોતાના સુપર 10 પૂરા કર્યા. બંગાળ વૉરિયર્સે ફરીથી મેચની અંતિમ મિનિટોમાં ત્રીજી વાર પટનાની ટીમને ઑલ આઉટ કરી દીધુ અને 18 પોઈન્ટની મોટી જીત મેળવી.












Click it and Unblock the Notifications
