For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ બનાવી સચિનની ઓડિયો બુક

|
Google Oneindia Gujarati News

Sachin Tendulkar
પૂણે, 15 ઓક્ટોબર: પૂણેની એક અંધ શાળાના વિદ્યાર્થીઓ આ વખતનો અંધ દિવસ કઇક અનોખી રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ માસ્ટર બ્લાસ્ટર
સચિન તેંડુલકરના ઉપર એક ઓડિયો બુક તૈયાર કરી છે.

આ અંધ વિદ્યાર્થીઓએ સંજય દૂધને દ્વારા સચિન તેંડુલકર પર લખેલા એક પુસ્તક 'ધ્રુવ-તારા' પરથી આ ઓડિયો બુક તૈયાર કરી રહ્યા છે. આ ઓડિયો બુક 2થી અઢી કલાકની હશે. જેમાં સંજય દૂધનેના પુસ્તકમાંથી ઘણું લખાણ લેવાયું છે, તેમજ સચિને ફટકારેલ 100મી સદી વખતની કોમેન્ટરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પુસ્તકનું એક ખાસ ઉજવણી દરમિયાન પૂણેના ડેક્કન જીમખાના ક્લબ ખાતે આજે 15 ઓક્ટોબરના રોજ વિમોચન થવાનું છે. આ પ્રસંગે અંધ વિદ્યાર્થીઓ માટે એક ખાસ પ્રકારની ક્રિકેટમેચનું પણ આયોજન કરાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં સચિન તેંડુલકર આઇસીસી ટી-ટ્વેન્ટી ચેમ્પિયન્સ લીગ માટે સાઉથ આફ્રિકામાં છે.

English summary
Students of Pune Blind School are all set to celebrate the World Blind Day in a special way by creating an audio book on master batsman Sachin Tendulkar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X