પદ્મ ભૂષણ માટે બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુના નામનો પ્રસ્તાવ

Written By:
Subscribe to Oneindia News

રમત વિભાગ દ્વારા ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુનું નામ પદ્મ ભૂષણ સન્માન માટે રજૂ કરવામાં આવ્યું છે. રિયો ઓલમ્પિક્સમાં ભારતને સિલ્વર મેડલ જીતાડનાર પીવી સિંધુએ હાલમાં જ કોરિયા ઓપન ચેમ્પિયનશિપ જીતીને સૌના મન જીતી લીધા હતા. ગત વર્ષે પણ પીવી સિંધુએ ચીન ઓપન જીતી હતી અને આ વર્ષે ઇન્ડિયા ઓપન પણ જીતી હતી. સુપર સીરિઝ સિવાય સિંધુએ ગ્લાસગો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ સિલ્વર મેડલ જીત્યુ હતું. તેની આ ઉપલબ્ધિઓને ધ્યાનમાં રાખીને જ રમત વિભાગ દ્વારા પીવી સિંધુનું નામ દેશના ત્રીજા સૌથી મોટા સન્માન માટે રજૂ કરવામાં આવ્યું છે.

pv sindhu for padma bhushan

સિંધુને મળ્યુ હતું પદ્મશ્રીનું સન્માન

માર્ચ 2015માં પીવી સિંધુને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી. આ સિવાય તેમને વર્ષ 2016માં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ અને 2013માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં બીસીસીઆઈ તરફથી મહેન્દ્ર સિંહ ધોનીનું નામ પદ્મ ભૂષણ એવોર્ડ માટે રજૂ કરવામાં આવ્યું હતું. બીસીસીઆઈ તરફથી ધોની સિવાય અન્ય કોઇ ખેલાડીના નામનો પ્રસ્તાવ કરવામાં નથી આવ્યો. 

English summary
PV Sindhu has been nominated for Padma Bushan.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.