પીવી સિંધુએ 'સૈયદ મોદી ઇન્ટરનેશનલ મહિલા એકલ' ખિતાબ જીત્યો

Written By:
Subscribe to Oneindia News

સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ સૈયદ મોદી ગ્રાન્ડ પ્રિ ગોલ્ડ બેડમિન્ટનનો એક ખિતાબ પોતાને નામ કરી લીધો છે. લખનઉના બીબીડી અકાદમીમાં સિંધુએ ગ્રેગોરિયા મરિસ્કાને 21-13, 21-4થી હરાવી વુમન સિંગલનું શીર્ષક પોતાને નામ કરી વર્ષની શાનદાર શરૂઆત કરી છે. સિંધુએ સંપૂર્ણ મેચમાં એકતરફી રમત રમી મરિસ્કાને બંન્ને સીધા સેટંમાં હરાવી ચેમ્પિયનનું શીર્ષક જીત્યું છે.

pv sindhu

આ પહેલાં સિંધુએ ઇન્ડોનેશિયાની ચોથી પ્રાધાન્યતા પ્રાપ્ત ફિતરિયાનીને 21-11 21-19થી હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી હતી. હવે તેમણે ઇન્ડોનેશિયાની મરિસ્કાને સીધા સેટોંમાં હરાવીને ફાઇનલ મેચ પણ પોતાને નામ કરી છે. આ જીત સાથે જ સિંધુ વર્ષ 2017નો પહેલો ખિતાબ મેળવ્યો છે.

અહીં વાંચો - કેપ્ટન કોહલીએ બુમરાહને આપ્યો હતો જીતનો મંત્ર

સિંધુએ આ પહેલાં સુપુર સિરિઝ પ્રીમિયર ટાઇટલ ચાઇના ઓપન જીત્યું હતું. ફાઇનલ મેચમાં સિંધુએ ઇન્ડોનેશિયાની ફિતરિયાનીને 21-11, 21-19થી હરાવી હતી. તો બીજી બાજુ પુરુષોની મેચમાં સમીર વર્માએ સાઇ પ્રનીથને 21-19, 21-16થી હરાવી ખિતાબ પોતાને નામ કર્યો છે.

English summary
PV Sindhu wins Syed Modi International Badminton Championship Women's single title, this is her first title in 2017.
Please Wait while comments are loading...